સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામ ખાતે ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા: છેલ્લા 1 મહિના થી ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠી

સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામ ખાતે ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા: છેલ્લા 1 મહિના થી ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠી
ગંદુ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં: ક્યારે મળશે ગ્રામજનો ને પીવાનું ચોખ્ખું પાણી.!!
પાટણ જિલ્લા નાં સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામ ખાતે ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે: છેલ્લા 1 મહિના થી ગંદુ પાણી આવતું હોવાની રાવ ઉઠી છે જે વિડિયો વાયરલ થતાં તંત્ર સામે અનેક પડકારો પણ ઉભા થવા પામ્યા છે. પાટણ નાં સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામ ખાતે છેલ્લા 1 મહિના થી સતત લાઈન મારફતે ગંદુ પાણી આવી રહ્યું છે.જે પાણી વાપરવા લાયક પણ નથી તેવું પાણી ગ્રામજનો પીવા મજબૂર બન્યા છે.ત્યારે ગ્રામજનો એ મીડિયા નો સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરી હતી આપ દૃશ્યો માં જોઈ શકો છો આ પાણી નો કલર જોઈને જ દેખાઈ રહ્યું છે કે આ પાણી ખુબજ ગંદુ અને રોગચાળો ફેલાય તેવું છે. આ પાણી પીવાથી ગામમાં ભારે દહેશત સર્જાઈ સકે તેવું પાણી છે ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
પાણી પુરવઠા અધિકારીઓ અને તંત્ર ની લાપરવાહી ને લઇને ગામમાં રોગચાળો ફેલાય તેવી શકયતાઓ વધી રહી છે ગામમાં પાણી ઘણા સમય થી નહેર દ્વારા જ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જે મોટા પ્રમાણમાં ગંદુ પાણી આવતા લોકો નાં સ્વાસ્થ્ય જોખમાંય તેવી પરિસ્થિતિ છે.મઢુત્રા ગામનાં ગોમીબેન પરમાર નાં જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા 1 મહિના થી ગંદકી ભર્યું પાણી આવી રહ્યું છે. જે વાપરવા લાયક પણ પાણી નથી એ પાણી લોકો છેલ્લા 1 મહિના થી પીવા માટે સતત મજબુર બન્યા છે.આ ખરાબ અને ગંદકી ભર્યું પાણી કેનાલ નું આવતું હોવાની લોકોની ફરિયાદ છે. જે આવા ગંદા પાણી ને લઇને સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતાં લોકો માં ભય નો માહોલ છે.તો બીજી તરફ પાણી પુરવઠા તંત્ર સામે અનેક પડકારો ઊભા થવા પામ્યા છે. સુ તંત્ર કોઈ મોટી જાનહાનિ કે રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે વગેરે સવાલો ઉઠી રહ્યા છે.
મઢુત્રા ગામનાં ગોમીબેન પરમાર એ વધુમાં જણાવતાં કહ્યું કે અમારા ગામમાં ગંદુ પાણી 1 મહિના થી આવી રહ્યું છે જે પાણી પીવા લોકો મજબૂર બન્યા છે.ત્યારે આ પાણી પીવાથી ગામમાં બાળકો બીમાર થઈરહ્યા છે.ઝાડા ઉલટી નાં કેશ પણ સતત સામે આવી રહ્યા હોવાની વાત સામે આવતા આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.મઢુત્રા માં ગંદુ પાણી પીવાથી ગામમાં બાળકોને ઝાડા,ઉલ્ટી નાં કેશ જોવા મળી રહ્યા છે ત્યારે પાણી પુરવઠા તેમજ લાગતાં વળગતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુ તંત્ર ની કોઈ જવાબદારી નથી કે પછી અહીંયા કોઈ મોટા પ્રમાણ માં રોગચાળો ફેલાઇ તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર..? ક્યારે કરવામાં આવશે કામગીરી અને ગામમાં ક્યારે મળશે પીવાનું ચોખ્ખું પાણી.? આવા પ્રશ્નો વચ્ચે હાલતો ગ્રામજનો ઝઝૂમી રહ્યા છે. તો બીજી તરફ સાંતલપુર નાં મઢુત્રા ગામનાં ગ્રામજનો ટેન્કર મારફતે પાણી લાવવા બજબુર બન્યા છે જે 1 ટેન્કર નાં રૂપિયા 700 ચૂકવવા પડે છે અને એ પાણી પણ ચોખ્ખું ન આવતું હોવાનું ગામનાં મહિલા ગોમીબેન એ જણાવ્યું હતું. વધુ માં તેમને જણાવ્યું હતું કે ટેન્કર મારફતે પાણી લાવવા રૂપિયા 700 ચૂકવવા પડે છે જે ગરીબ લોકો આ પાણી ટેન્કર્ લાવી સકતા નથી અને આખરે આ ગંદુ પાણી પી રહ્યા હોવાની વિગત જાણવા મળી રહી છે. જો તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો આવનાર સમય માં મોટા પ્રમાણ માં અહીંયા રોગચાળો ફેલાય તેવી દહેશત સેવાઇ રહી છે. ગ્રામજનો નું કહેવું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે અને ચોખ્ખું પીવાનું પાણી ગામમાં મળી રહે તેવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર ઊભી ન થાય નહિ તો મોટા પ્રમાણ માં અહીંયા પાણીજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300