સમી : મુજપુરી દરવાજા વિસ્તારમાં ગંદકીનું સમ્રાજ્ય, વિસ્તાર નાં સ્થાનિક લોકો માં બીમારી નો ભય

સમી : મુજપુરી દરવાજા વિસ્તારમાં ગંદકીનું સમ્રાજ્ય, વિસ્તાર નાં સ્થાનિક લોકો માં બીમારી નો ભય
*રાહદારીઓ અને વાહનચાલકો પારાવાર કરી રહ્યા છે મુશ્કેલી નો સામનો: ગ્રામ પંચાયત દ્વારા ક્યારે કરાશે કચરા નો યોગ્ય નિકાલ..!!*
પાટણ જિલ્લા નાં સમી ખાતે જોવા મળ્યું ગંદકી નું ભરપૂર સામ્રાજય. સમી તાલુકા મથકના ગામે મુજપુરી દરવાજા છેવાડા વિસ્તારમાં ખુબજ ગંદકી ફેલાય રહી છે. અહીંયા આ વિસ્તાર માં ઠાકોર, ભરવાડ,રાવળ,રોહિત સમાજ સહિત મોટી સંખ્યામાં અહી લોકો રહેણાક ધરાવે છે. આ વિસ્તારમાં સમી ગ્રામ પંચાયત દ્વારા કોઈ કચરાપેટી મુકવામાં આવી નથી. રહેણાંક ધરાવતા વિસ્તારમાં અને અસંખ્ય લોકોની અવરજવર ધરાવતા વિસ્તાર મા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે.ત્યારે પંચાયત નાં કાર્યકરો મૌન ધારણ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. લોકો નાં પ્રશ્ન યથાવત છે કામગીરી શૂન્ય જોવા મળી રહી છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
અહીંયા આ વિસ્તાર માં સતત વધી રહેલી ગંદકી નાં કારણે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે તેમજ આજુબાજુ રહેણાંક ધરાવતા લોકોમાં ઘર સુધી ગંધ આવવા લાગી છે.ત્યારે અહીથી અવરજ્વર કરતા લોકો વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. અહીંયા ફેલાયેલા કચરા નાં ઢગ થી ગંદકી ફેલાઇ છે.જે ગંદકી નાં લીધે થતી બીમારીઓ અને મચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો છે. સમી ગામનાં આ વિસ્તાર માં રહેતા રહીશો ને સતત બીમારી નો લોકોને ભય છે. ત્યારે ગ્રામ પંચાયત સત્વરે કચરા નો નિકાલ કરી યોગ્ય વ્યવસ્થા કરે કચરા પેટી મૂકવામાં આવે તો ગંદકી નાં થાય તેવું લોકો જણાવી રહ્યા છે. ઘણીવાર આ બીમારીઓથી સરકાર દ્વારા અમલ કરવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ થી પણ સારવાર ના મળતા આર્થિક પરિસ્થિતિની મુશ્કેલી ધરાવતા લોકોને સારવાર માટે પણ ફાફા પડી જતાં હોય છે. સમી ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક કચરાનો યોગ્ય નિકાલ કરી આ વિસ્તાર માં કચરા પેટી ની વ્યવસ્થા કરવી જરૂરી બની છે.ત્યારે જોવું રહ્યુ સુ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ લોકોના પ્રશ્નો ને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી કોઈ નિકાલ થશે કે કેમ તે હવે જોવું રહ્યું.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300