નર્મદા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
Spread the love

નર્મદા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગતમાં કુલ ૦૬ અરજદારોની અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરી રચનાત્મક સૂચનો કરતા કલેક્ટર શ્વેતા તેવતિયા


નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને આજે તા.૨૨મી જૂન, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૦૬ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય જુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સરળતતાથી લાભ મેળવવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા, સહિત સંબંધિત મામલતદારઓ, કર્મચારીઓ અને જિલ્લાના અરજદારઓ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

રિપોર્ટ : વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!