દીકરા ખુશા, અંતરના ઊંડાણથી તારા 19મા પ્રાગટયપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ….

દીકરા ખુશા, અંતરના ઊંડાણથી તારા 19મા પ્રાગટયપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ….
Spread the love

દીકરા ખુશા,
અંતરના ઊંડાણથી તારા 19મા પ્રાગટયપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ….
આજે દ્વિધામાં છું કે કોનો જન્મદિન ઉજવું? તારો કે મારો? બેટા આજથી અઢાર વર્ષ પહેલાં તારા ધરાઅવતરણથી એક દીકરીએ એક માઁ ને જન્મ આપ્યો હતો, એ દીકરી એટલે *તું* અને એક માઁ એ એક દીકરીને જન્મ આપ્યો હતો એ માઁ એટલે *હું* …..તો હવે કહે આજ તારી સાથે એક માઁ નો પણ જન્મદિન થયો કે નહીં!
અમારા દામ્પત્યજીવનના પ્રેમના પ્રતીક સમુ દીકરી નામનું ફૂલ અમારા આંગણામાં ખીલવીને કુદરતે બહુ મોટી ભેટ આપી છે. તારા પા પા પગલી થી લઈને અત્યાર સુધી વિકસેલા તારા જીવનછોડને અમે સંસ્કાર, સમજણ અને શિક્ષણ રૂપી ખાતર, પાણી આપીને પોષવાની સતત સફળ કોશિશ કરી છે.
બેટા ખુશુ, વારસાઈ સંસ્કારિતા સાથે વટવૃક્ષ બનવા થનગની રહેલી તું આજે યુવાવસ્થામાં પગરવ પાડી રહી છે ત્યારે હવે તારા શિરે કેટલીક વિશેષ જવાબદારીઓ આવે છે. અમને શ્રધ્ધા છે કે એ જવાબદારી તું બખૂબી નિભાવી તારી, અમારી અને આપણાં સંપૂર્ણ ફેમિલીનું નામ રોશન કરીશ.
તારી life માં તારા જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે ઈશ્વર તને મહેનત કરવાની શક્તિ આપે. તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે ધાર્યા મુકામ સુધી પહોંચવાની શક્તિ આપે અને નિરોગી દીર્ઘાયુ બક્ષે, માતાપિતાનું વાત્સલ્ય અને વડીલોના આશિર્વાદ તારા પર સદા વરસતા રહે, તું કાયમ સૌની લાડકવાયી બની રહે એવી ભગવાન યોગેશ્વર ને પ્રાર્થના સાથે જન્મદિન મુબારક હો….

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230626-WA0010.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!