દ્વિતીય સ્થંભ માનવ સંસાધન વિકાસ: મહિલાઓની ઉન્નતિ માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય સરકાર

દ્વિતીય સ્થંભ માનવ સંસાધન વિકાસ: મહિલાઓની ઉન્નતિ માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય સરકાર
અમરેલીના વૃદ્ધા માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ બન્યો આશિર્વાદ સમાન ગંગાસ્વરુપા યોજના હેઠળ વિધવા પેન્શન મંજૂર થયું
સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ
માનવ સંસાધન વિકાસની નેમ હેઠળ રાજ્યના અનેક નાગરિકોની સમસ્યા દૂર થઈ રહી છે
મુલાકાત અને આલેખન:
જય મિશ્રા
જિલ્લા માહિતી કચેરી, અમરેલ
અમરેલી છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના વિકાસ માટે દ્વિતીય સ્થંભ હેઠળ રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ વિવિધ યોજનાઓ શરુ છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. નાગરિકોની સમસ્યાઓનું નિવારણ આવી શકે તે માટે રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સાથે છેલ્લા ૨૦ વર્ષથી રાજ્યભરમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અસરકારક અને ઝડપી રીતે નાગરિકોના પ્રશ્નોનું નિવારણ થઈ રહ્યું છે. સ્વાગત કાર્યક્રમની પ્રણાલિ એ એક આદર્શ અને સફળ ઉદાહરણ તાજેતરમાં જ અમરેલી તાલુકા મામલતદાર કચેરીમાં જોવા મળ્યું હતું. અમરેલી શહેરના ચક્કરગઢ વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાના પતિનું અવસાન થતા તેઓ નિરાધાર બન્યા હતા. તેવામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ થકી મહિલાને સ્વમાનભેર જીવન વિતાવવા માટે આધાર મળ્યો છે. સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવેલી ગંગા સ્વરુપા પેન્શન યોજનાની અરજી તાત્કાલિક મંજૂર થઈ જતા અમરેલીના મહિલા શ્રી રમાબહેન નાથાભાઈ વાઢેરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે શ્રી રમાબહેન વાઢેરે જણાવ્યું કે, “મારા પતિનું ૧૦ મહિના પહેલા અવસાન થયું હતું. ઘરમાં નાનો એક દીકરો છે જે હજુ આર્થિક રીતે પગભર નથી. આથી, મારા અને મારા સંતાન માટે આર્થિક ઉપાર્જનનો આધાર નહોતો. દરમિયાન મને પરિચિત દ્વારા ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમ વિશે જાણવા મળ્યું હતું. મેં સાધનિક પુરાવા સાથે વિધવા મહિલાઓને મળતા રાજ્ય સરકારના આ પેન્શન માટે અરજી કરતા મારી અરજી મંજૂર થઈ છે. રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર.”
શ્રી રમાબહેનની અરજી મંજૂર થતા તેમને સરકારની ગંગા સ્વરુપા યોજના હેઠળ પ્રતિ માસ વિધવા પેન્શન સહાય મળશે. સહાયની આ રકમ થકી તેમને ઘણી મદદ મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આમ, સરકારની માનવ સંસાધન વિકાસની નેમ હેઠળ રાજ્યના અનેક નાગરિકોની સમસ્યા દૂર થઈ રહી છે તેમજ સુખાકારીમાં ઉમેરો થઈ રહ્યો છે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ વિશે તાલુકા સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા બુધવારે (જિલ્લા અને રાજ્યના સ્વાગત કાર્યક્રમના આગલા દિવસે) તાલુકાના મામલતદરાશ્રી અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં અરજદારે જે-તે તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ તાલુકા મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીને પૂરતા પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે. જો કોઈ અરજદારનો પ્રશ્નો ગ્રામ કક્ષાનો હોય તો આ પ્રશ્ન પહેલાં પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકશ્રીને પ્રથમ અરજી કરી હોવી જોઈએ. આ અરજી અનિર્ણિત હોય તો તાલુકા કક્ષાએ અરજી કરવી. તાલુકા કક્ષાના પ્રશ્નો માટે નિયત આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકાશે. અરજદાર આ કાર્યક્રમમાં સામૂહિક અરજી કરી શકે નહીં પરંતુ એક જ વિષયને લગતી અરજી કરી શકે છે. તાલુકા સ્વાગત કક્ષાના કાર્યક્રમોની તારીખ અને વિગતો વખતોવખત પ્રતિ મહિને વર્તમાનપત્રોમાંથી માહિતી અને વિગતો મેળવીને અરજી કરી શકાય છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300