અમરેલી આઇ.ટી.આઇ. એ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું

શ્રેષ્ઠ કામગીરી થકી અમરેલી આઇ.ટી.આઇ. એ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું
પ્રથમ સ્થંભ: જરુરિયાતમંદ નાગરિકો યુવાનોને પાયાની સુવિધા સાથે સામજિક સુરક્ષા
શ્રમ, કૌશલ્ય અને રોજગાર નિર્માણનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર
વિવિધ ટ્રેડ અંતર્ગત યુવાઓના કૌશલ્ય અને કુનેહ વિકસી શકે તે સાથે તેમને આર્થિક રીતે પગભર બનવા આ તાલીમ અને શિક્ષણ ઉપયોગી થાય તેવું ઉત્કૃષ્ટ માર્ગદર્શ
અમરેલી : રાજ્યના બજેટનાં પ્રથમ સ્થંભ મુજબ જરુરિયાતમંદ નાગરિકો યુવાનોને પાયાની સુવિધા સાથે સામજિક સુરક્ષા આપવાની સાથે શ્રમ, કૌશલ્ય અને રોજગાર નિર્માણનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય વિકાસ માટે રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) કાર્યરત છે. આઇ.ટી.આઇમાં વિવિધ ટ્રેડ અંતર્ગત યુવાઓના કૌશલ્ય અને કુનેહ વિકસી શકે તે સાથે તેમને આર્થિક રીતે પગભર બનવા આ તાલીમ અને શિક્ષણ ઉપયોગી થાય તેવું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, યુવાઓના કૌશલ્ય અને કુનેહ વિકસી શકે તે માટે ઉમદા કામગીરી અમરેલી આઇ.ટી.આઇ. ખાતે થઈ રહી છે. આ કામગીરી અને તેના માપદંડો મુજબ સમગ્ર રાજ્યમાં અમરેલી આઇ.ટી.આઇ. એ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર અમરેલી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. અમરેલી ખાતે કાર્યરત આઇ.ટી.આઇ.માંથી વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્ય અને કુનેહ વિકસાવવા અભ્યાસ કરીને પોતાના સુંદર ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં વિવિધ પ્રકારની તાલીમ માટે ખ્યાતનામ કંપનીમાં મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિવિધ ૨૮ પાસાઓનો અભ્યાસ કરીને આઇ.ટી.આઇ સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે. આઇ.ટી.આઇ અમરેલી ખાતે ધો.૮ પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને નિયમિત તાલીમ પણ આપવામાં આવે છે. આ સંસ્થામાં તાલીમાર્થીઓને તાલીમ બાદ સરકારી, ખાનગી એકમોમાં રોજગારી,સ્વરોજગારી પ્રાપ્ત થાય છે. નિયમિત ભરતી મેળાનું પણ આયોજન કરી યુવાનોને રોજગારી માટેના દ્વાર ખોલી આપવામાં આવે છે, તેમ આઇ.ટી.આઇ અમરેલીના આચાર્ય શ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300