અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશન ની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશન (રસીકરણ) ની બેઠક યોજાઈ
જિલ્લામાં આગામી સમયમાં મિશન ઇન્દ્રધનુષ ૫.૦ શરુ કરવામાં આવશે
અમરેલી : જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશન (રસીકરણ) ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રુટિન ઇમ્યુનાઈઝેશન (રસીકરણ) કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૫.૦ શરુ કરવામાં આવશે જે કામગીરી ત્રણ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં MR એલિમિનેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં રુટિન રસીકરણ કામગીરી નિયમિત ધોરણે કરવામાં આવી રહી છે. બેઠકમાં ઇન્દ્રધનુષ મિશન ૫.૦ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં નિયમિત પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત નિયમિત રીતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300