શ્રી રામપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગોહિલ કર્મદીપ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ

શ્રી રામપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગોહિલ કર્મદીપ
જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ
ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા ગોહિલ કર્મદીપ ચંદુભાઈએ ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી શાળા અને સમાજનું નામ કર્યુ હતુ.
હવે તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩/૨૪ માં બોટાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવશે. આ સફળતા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે શ્રી રામપરા પ્રાથમિક શાળાના પાંચ બાળકો જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300