પાલિતાણામાં ગુરુપૂર્ણિમાએ અમૃત પરિવાર અંતર્ગત

પાલિતાણામાં ગુરુપૂર્ણિમાએ અમૃત પરિવાર અંતર્ગત
ધન્યો ગૃહસ્થાશ્રમ’ અંગે નંદલાલજી જોષીનો સંગીતમય કાર્યક્રમ
વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી દ્વારા દેશભરમાં અમૃત પરિવાર વિષયમાં સાતત્યપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે. સંસ્કાર ની પાઠશાળા પરિવાર પ્રાકૃતિક સંગઠન પણ છે. જીવનના ત્રણ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ ને સંબલ પુરું પાડનાર, તેના યોગક્ષેમ ની જવાબદારી સ્વીકારનાર ગૃહસ્થાશ્રમ માટે શાસ્ત્રો કહે છે,; ‘ધન્યો ગૃહસ્થાશ્રમ.’ સંઘ પ્રચારક નંદલાલજી જોષી કુટુંબ પ્રબોધનની અખિલ ભારતીય ટોળીના સદસ્ય છે. તેઓના સાપ્તહિક ગુજરાત પ્રવાસ દરમિયાન વિવેકાનંદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા ભાવનગર પાલિતાણા રાજકોટ અને જામનગર ખાતે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરાયુ છે. વિવેકાનંદ કેન્દ્ર,ગુજરાત ના અમૃત પરિવાર પ્રભારી નલિનભાઈ પંડ્યા અને પ્રાંત સહ સંગઠક લોકેશ કેશરે ના માર્ગદર્શન માં આ કાર્યક્રમ યોજાશે. ગુરુપૂર્ણિમા ની પાવન સંધ્યાએ – તા. 3, જુલાઈ સાંજે સાત(૭) થી નવ(૯) દરમિયાન પટેલ બોર્ડિંગ, પાલિતાણા ખાતે યોજાનારા સંસ્કાર પોષક સંગીતમય કાર્યક્રમમાં પધારવા નગરજનોને જાહેર નિમંત્રણ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300