આપણા દરેક તહેવારો આપણા અર્થતંત્રમાં જોરદાર તેજી લાવી રહ્યા છે.

આપણા  દરેક તહેવારો આપણા અર્થતંત્રમાં જોરદાર તેજી લાવી રહ્યા છે.
Spread the love

હવે આપણા ત્યાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. કુંવારીકાના અલૂણાં વ્રત બહેનો માટે જ્યાં પાર્વતી વ્રત આવશે. મુસ્લિમ સમાજનો બકરી ઈદ તહેવાર ધામધૂમથી ઉજવાઈ ગયો. હવે મુસ્લિમ સમાજનું નવું વરસ 20 દિવસ પછી શરૂ થશે.પહેલી મોહરમ મુસ્લિમ સમાજનું નવું વરસ છે. ઇરાકના કરબલા શહેરમાં પોતાના 72 સાથીઓ સાથે સત્ય અને હક માટે આજથી 1445 વરસ પહેલા શહાદત વોહરી લેનાર હજરત ઇમામ હુસેન અસ સાહેબની યાદમાં વિશ્વભરમાં મુસ્લિમ સમાજ શોક મનાવશે.
દાઊદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ આલી કદર ડોક્ટર સેયદના મુફફદલ સેફુદીન સાહેબ ત. ઉ શ. આ વરસે દુબઈમાં આખી દુનિયામાંથી પધારેલા સમાજના બિરાદરોને ધાર્મિક પ્રવચન ફરમાવશે હજરત ઇમામ હુસેન અસ સાહેબના બલિદાનની યાદ અપાવી એક અનોખો મંજર આલોકિક વાતાવરણ બનાવશે દુનિયામાં શાંતિ એકતા ભાઈચારા માટે વિશેષ પ્રાર્થના કરશે.
હમણાં બકરી ઈદમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું. બકરા સહિત પશુને ઉછેરવાનું કામ ગામડાઓમાં નાના ગરીબ પરિવારો કરે છે આખુ વરસ આ લોકો ખુબ જ મહેનત પરિશ્રમ કરી આ પશુઓને કુરબાની લાયક બનાવે છે આ પશુઓ માટે લાખો રૂપિયાનો ઘાસચારો દુર દુરના જંગલો ખેતરો પહાડોમાંથી લાવવામાં આવે છે ત્યાંથી લારીઓ પર આ ઘસચારો શહેરોમાં લાવવામાં આવે છે ઘસચારો ઉગાડનાર લારી ટેમ્પોવાલા વેચનાર ખરીદનાર બધાને રોજી મળે છે
પછી જાનવર લે વેચનું કામ કરનાર દલાલભાઈઓ આ પશુની કુરબાની કરનાર કુરેશીભાઈઓ કુરબાની પછી વધેલું ચામડું બીજો વધેલો કચરો લઈ જનાર બધાને જ લાભ થાય છે. સાથોસાથ તમામ આડોશી પાડોશી સગાવહાલા મિત્રો પરિવારવાલાને મફત અવનવી વાનગીઓ આગ્રહપૂર્વક જમાડે છે
અલૂણાંમાં મેહંદીના કોન બનાવનાર મહેંદી પાડી આપનાર કાજુબદામ સહિતના ડ્રાયફ્રુટ વેચનાર કુંવારીકા માટે 5 દિવસમાં 5 જોડી કપડાં વેચનાર કપડાં વેચનારા વેપારી મિત્રો બીજું સુશોભન વેચનાર માળીમિત્રો સહિત અનેકને રોજી મળશે
હજુ આગળ છઠ સાતમ આઠમ જન્માષ્ટમી આવે છે રક્ષાબઁધન આવે છે તાજીયા વિસર્જન પણ આવશે 15 મી ઓગસ્ટ પણ આવશે નવરાત્રી દિવાળી પણ આવશે.
આમ હવે આવનારા તહેવારો આપણું અર્થતંત્ર વધુ મજબુત અને ટકાઉ બનશે કરોડો ભારતીય લોકોમાં નવી ઉર્જા નવી ચેતના નવી તાજગી નવો ઉમઁગ ભરશે.

આલેખન અબ્બાસભાઈ કૌકાવાલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!