ખેડબ્રહ્મા: “એક બાળ એક વૃક્ષ’ કાર્યક્રમ યોજાયો.

ખેડબ્રહ્મા: “એક બાળ એક વૃક્ષ’ કાર્યક્રમ યોજાયો.
ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા મુકામે શ્રી બી એમ પટેલ હાઇસ્કુલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા હિંમતનગર અને વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સદાહરિત સાબરકાંઠા કાર્યક્રમ યોજાઈ ગયો.
સદા હરિત સાબરકાંઠાના ઉપલક્ષમાં ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાને હરિયાળો બનાવવાના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા તથા
ડો. કે આર ફાઉન્ડેશન વડાલીના સંયુક્ત ઉપક્રમે
એક બાળ એક વૃક્ષની શુભ શરૂઆત તથા માર્ગદર્શન સેમીનાર સાબરકાંઠા કલેકટર એન એન દવે ના અધ્યક્ષ સ્થાને તા. 1 7 23 ને શનિવારના રોજ બી એમ પટેલ વિદ્યાલય ગલોડિયા હાઈસ્કૂલમાં યોજાયો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મંચસ્થ મહાનુભાવનું સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત ડી સી એફ હિંમતનગર દ્વારા કરવામાં આવ્યું હતું
ત્યારબાદ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન ડો.કે આર ફાઉન્ડેશન વડાલીના પ્રમુખ તેમજ આર.એફ.ઓ ચૌધરી ખેડબ્રહ્મા રેન્જ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સાબરકાંઠા કલેકટરના અધ્યક્ષ સ્થાને પાંચ છોડવાઓ નાની બાળકીઓને આપી
એક બાળ એક વૃક્ષ કાર્યક્રમની શરૂઆત ખેડબ્રહ્મા તાલુકા થી કરવામાં આવી હતી
કલેકટર એન એન દવે જણાવ્યું હતું કે નાનપણથી જ બાળકોમાં વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જાગે, વૃક્ષો પ્રત્યે લાગણી જન્મે ,વૃક્ષો આપણને શું શું આપે છે તે બાબતોથી બાળકોને માહિતગાર કરવામાં આવે તો બાળકોને વૃક્ષની જાળવણીનું મહત્વ સમજાશે.
ડો. કે આર ફાઉન્ડેશનના પ્રમુખ એ જણાવ્યું હતું કે
વૃક્ષ વાવી દેવું એ પૂરતું નથી તેની નિયમિત સાર સંભાળ રખાય, તેનું સમયાંતરે ખાતર પાણી આપવામાં આવે, તેને બહારના પશુઓથી રક્ષણ આપવામાં આવે તો જ વાવેલા વૃક્ષ નો વિકાસ થઈ શકશે
આ બાબતે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં જનજાગૃતિ લાવવામાં આવે તો જ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકો હરિયાળો બનશે
આર.એફ.ઓચૌધરીએ એક બાળ એક વૃક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો અને વન વિભાગના તમામ કર્મચારીઓને તેમજ આમંત્રિત મહેમાનોને વૃક્ષની વાવણી કેવી રીતે થાય,તેનું જતન કેવી રીતે કરવામાં આવે તે બાબતે સવિસ્તાર માહિતી આપી હતી સાથે સાથે શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને પણ જણાવ્યું હતું કે બાળકોમાં વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જાગે તે માટે શાળાના મેદાનોમાં પણ નાના મોટા વૃક્ષો વાવવામાં આવે તો બાળકોને વૃક્ષ પ્રત્યેનો લગાવ થાય તો જ હળિયાળુ ગુજરાત બની શકશે.
અંતમાં છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં કલેકટર એન.એન. દવે સાબરકાંઠા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી હર્ષદભાઈ ચૌધરી ,પ્રાંત અધિકારી સી.યુ.શાહ ખેડબ્રહ્મા, ડો.કે આર ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ તેમની સમગ્ર ટીમ, ખેડબ્રહ્મા વન વિભાગ તેમજ સાબરકાંઠા વનીકરણ વિભાગ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્રિગુણાબેન,બીઆરસી પિયુષભાઈ, જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ, ખેડબ્રહ્મા તાલુકાની શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો, ગલોડિયા સરપંચ વિનુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય તેમજ ખેડબ્રહ્મા તાલુકામાંથી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં, આભાર વિધિ ગિરીશભાઈ પ્રજાપતિએ કરી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીવી રિપોર્ટર ધીરુભાઈ પરમારે કર્યું હતું.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300