રાધનપુર : ઝુંપડપટ્ટી વિસ્તારમાં 100 થી વધારે જરૂરિયાતમંદ લોકો ને કપડા વિતરણ કરાયું

રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પ્રથમ પ્રોગ્રામ અંતર્ગત ઝુંપડપટ્ટી વિસ્તાર માં મુલાકાત: 100 થી વધારે જરૂરિયાતમંદ લોકો ને કપડા વિતરણ કરાયું
પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પ્રથમ પ્રોગ્રામ અંતર્ગત ઝુંપડપટ્ટી વિસ્તાર માં મુલાકાત હાથ ધરવામાં આવી હતી.જેમાં 100 થી વધારે જરૂરિયાતમંદ લોકો ને આ પ્રથમ કાર્યક્રમ અંતર્ગત કપડાં વિતરણ કરાયું હતું. રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા પહેલો દિવસ પહેલા પ્રોગ્રામ અંતર્ગત ના રોજ ઝુપડપટ્ટી સ્લમ એરીયા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ નાં પ્રથમ દિવસે 100 ઉપરાંત જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ના પ્રમુખ ડો. વસંત ચૌધરી, સેક્રેટરી કલ્પેશ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન ડો. પ્રવિણ ઓઝા, ડો. ખેતસી પટેલ, ડો. દિનેશભાઈ ઠક્કર તેમજ રોટેરીયન સ્ટાફ મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300