સાંતલપુર: અબિયાણામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ,તપાસ કરાવવા મુખ્યમંત્રી ને રજૂઆત..

સાંતલપુર: અબિયાણામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ,તપાસ કરાવવા મુખ્યમંત્રી ને રજૂઆત..
પૂર સંરક્ષણની દીવાલ તાલુકા પંચાયત સદસ્યે પોતાની માલિકીની જ્ગ્યામાં બનાવ્યાનો આક્ષેપ
પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ ખાતે સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટ તળે થયેલ વિકાસના કામો માં તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા તપાસ થવાં રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગામના વિકાસ માટે ફાળવાયેલ સરકારી નાણાનો ઉપયોગ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા પોતાના અંગત ફાયદા માટે કરાતો હોવાની રજૂઆત કરી છે.જેમાં રૂ.5 લાખના ખર્ચે ગામના રાજીવ ગાંધી ભવનથી ગડસઈ ગામ પાકા રોડ તરફ પૂર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર થયું હતું. જે દિવાલ તાલુકા પંચાયત સદસ્ય મેહુરભાઈ ઉર્ફે મેવાભાઈ દ્વારા પોતાની માલિકીના સર્વે નંબર 325માં બનાવી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી નાણા પોતાના અંગત હિત માટે ખર્ચ કર્યા હોવાનું અરજદારો દ્વારા જણાવ્યું છે. જ્યારે ગામના હનુમાનજી મંદિર તરફ જતા રસ્તાનું કામ પણ સરકારી નિયમો નેવે મૂકી આડેધડ કરેલ છે.ગામના નાડોદા વાસમાં ગટર લાઈનની કામગીરી કરી નથી. અને સરકારી નાણાં ઉપાડી લેવાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે લીમગામડા, ગડસઈ ઉનડી સહિતના ગામોમાં સરકારી ગ્રાન્ટના કામો સદસ્ય જાતે કરે છે અને હોદ્દાની રૂએ સરકારી કર્મચારી અધિકારીઓ પર રોફ જમાવી બીલો મંજૂર કરાવે છે. જો કોઈ કર્મચારી અધિકારી ન માને તો હેરાન પરેશાન કરે છે જે ગ્રામ્ય વિસ્તાર નાં લોકો જણાવી રહ્યા છે.
*ગામ ના આ કામો માં ભ્રષ્ટાચાર થયો છે:* નાડોદા શેરીમાં ગટર લાઈનનું કામ અધૂરું કર્યું છે. શેરીનો રોડ અને હનુમાનજી મંદિર જવાનો રોડ પણ હલકી ગુણવત્તાનો બનાવ્યો છે. 10 લાખના ખર્ચનું કેનાલથી તળાવ સુધી પાઇપલાઇનનું કામ અધૂરું છે. તળાવ સુધી પાઇપલાઇન નાંખી નથી જ્યારે સુરક્ષા દિવાલ પણ તાલુકા ડેલિકેટ દ્વારા પોતાના ખેતરમાં બનાવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું અંબારામ ભાઈ નાડોદા એ જણાવ્યું હતું.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300