રાધનપુર તાલુકા સેવા સદનમાં અધિકારીઓ ઉપરના માળે બેસતાં અરજદારોને હાલાકી

રાધનપુર: વયોવૃદ્ધ અને દિવ્યાંગ અરજદારો પરેશાન: નવા ભવનમાં લિફ્ટની સગવડ હોવા છતાં બંધ હોય કે લાઈટ જાય તો પગથિયા ચઢવા અશક્ત અરજદારો મજબૂર
રાધનપુર તાલુકા સેવા સદનમાં અધિકારીઓ ઉપરના માળે બેસતાં અરજદારોને હાલાકી
પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે તાજેતર માં જ નવીન નિર્માણ તાલુકા સેવા સદન નું મોટા પાયે લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ તાલુકા સેવા સદન કચેરી મા મામલતદાર અને ઓએસ તેમજ નાયબ કલેકટર ઉપરના માળે બેસતા હોવાથી દિવ્યાંગ અને વયો વૃદ્ધ અરજદારો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.રજૂઆત અર્થે આવતા લોકોને પણ પગથિયાં ચડી પહેલા માળે ફરજિયાત જવું પડે છે જેને લઇને નવીન તાલુકા સેવા સદન બાબતે લોકોમાં કચવાટ શરૂ થયો છે.
રાધનપુર મહેસાણા હાઇવે પર નવીન બનેલા તાલુકા સેવા સદનમાં મામલતદાર અને નાયબ કલેકટર કચેરી કાર્યરત થવા પામી છે.કચેરીમાં મામલતદાર અને નાયબ કલેકટરની ચેમ્બર ઉપરના માળે બનાવેલી હોવાથી કચેરીમાં આવતા અરજદારો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તાલુકા સેવા સદનના પ્રથમ બિલ્ડિંગમાં મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં મામલતદાર તેમજ સુપર વિઝન નાયબ મામલતદાર ઉપરના માળે બેસતા હોવાને કારણે કચેરીમાં કામ અર્થે આવતા લોકોને ઉપરના માળે ચડવું પડે છે.જ્યારે કચરીમાં કામ અર્થે આવતા દિવ્યાંગ તેમજ વયોવૃદ્ધ અરજદારો માટે લીફ્ટની સુવિધા કરવામાં આવેલી છે પરંતુ લાઈટ ન હોય અથવા તો લિફ્ટ બગડી હોય ત્યારે દિવ્યાંગ તેમજ અરજદારોને ઉપરનો માળ ચડવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરથી દુર બનાવેલી સેવા સદન ખાતે આવતા અરજદારોને ફરજિયાત વાહનો લઇને અથવાતો રિક્ષામાં બેસી કચેરીના કામ અર્થે આવવું પડે છે. અહી આવ્યા બાદ પણ અધિકારીઓ ઉપરના માળે બેસતા હોવાથી અરજદારો ને અધિકારીઓનો સહેલાઈ થી સંપર્ક થઈ શકતો નથી જ્યારે જ્યારે તાલુકા સેવા સદન ખાતે હાલે માત્ર મહેસૂલી કચેરીઓ કાર્યરત થઇ છે જ્યારે અન્ય કચેરીઓ સેવા સદન ખાતે તબદીલ થઇ નથી જેને લઈને આવકના દાખલા માટે શહેરી અરજદારોને અલગ અલગ કચેરીઓમાં બે થી ત્રણ વખત ધક્કા ખાવા પડે છે.જ્યારે અન્ય કચેરીઓ સેવા સદન ખાતે તબદીલ ના થતા કેટલીક કામગીરીમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ નિરિક્ષણ કરી અરજદારોને પડતી હાલાકી બાબતે નિરાકરણ લાવે તેવી વિસ્તાર નાં લોકોની લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300