ગુરુ પૂર્ણિમા સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે

ગુરુ પૂર્ણિમા સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે
ગુરુ પૂર્ણિમાં હિન્દૂ અને બૌદ્ધ ધર્મમાં મનાવતો ઉત્સવ છે.આ દિવસે ગુરુની પૂજા- અર્ચના કરવામાં આવે છે..
માણસના જીવનમાં ગુરુનું સ્થાન હંમેશા મોખરે હોય છે.માણસના દરેક જીવનમાં ગુરુએ આપેલા ગુરુ મંત્રથી તે તેનું જીવન જીવતો હોય છે.ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે સમગ્ર દેશમાં ભાવ ભક્તિ સાથે ઉજવતા હોય છે.અષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો.તેના જ નામ પર વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.તેમને જ પહેલીવાર માનવજાતિને વેદ જ્ઞાન આપ્યું હતું. ત્યારથી તે દિવસે તેમના જન્મ દિવસના રૂપમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે.દરેક ભક્તો આજે પોતાના ગુરુને વંદન કરી ગુરુને ગુરુ દક્ષિણા આપી આશિષ મેળવતા હોય છે.ગુરુ માણસના જીવનના અંધકાર દૂર કરે છે.માણસ જ્યારે જન્મે છે ત્યારે તેના માટે પ્રથમ ગુરુ, ભગવાન તેના માતા- પિતા હોય છે.માતા પિતા તેના બાળકને હંમેશા સંસ્કાર તેમજ જીવન જીવવાના પાઠ ભણાવે છે.બાળક જયારે જન્મે છે. ત્યારે તેના મુખમાંથી પ્રથમ શબ્દ તેનો માં અને પપ્પા નીકળે છે.બાળક જ્યારે આ ધરતી પર પગલીઓ માંડે છે.અને ધીમે ધીમે મોટો થાય છે ત્યારે તેના જીવનમાં ગુરુનું આગમન થાય છે.અને એ ગુરુ તેને શિક્ષણ સાથે જ્ઞાનનો ભંડારરૂપી પ્રસાદ આપે છે.અને તેજ જ્ઞાનના ભંડાર રૂપી પ્રસાદથી માણસ તેના જીવનમાં આગળ વધે છે..
*ગુરુનું મહત્વ..*
ગુરુનું સ્થાન હમેશા ભગવાન જેટલું વિશેષ હોય છે.ગુરુ પોતાના શિષ્યમાં અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો દિપક પ્રગટાવે છે.
ગુ..એટલે અંધાકાર અને રૂ એટલે નાશ કરે તે ગુરુ કહેવાય છે.ગુરુ હંમેશા શિષ્યને પૂર્ણ કરવાનું કામ કરે છે.શિક્ષણ કરતા પણ ગુરુ એ આપેલું જ્ઞાન માણસને જગાડવાનું કામ કરે છે.શિક્ષક જીવનમા ત્રિકોણ,ચતુષકોણ, અને શષ્ટકોણ શીખવે છે.જ્યારે ગુરુ જીવનનો દ્રષ્ટિકોણ બતાવે છે.ગુરુ.. સાઈનબોર્ડ છે.. જે આપણને સંસારની અનિષ્ટતાથી સાવચેત કરે છે..ગુરુ વગર જ્ઞાન નથી.. જ્યાં જ્ઞાન નથી… ત્યાં મોક્ષ માર્ગે નથી..
જ્યાં મોક્ષમાર્ગી નથી.. ત્યાં તો માત્ર… અનંત સંસાર છે…
આ અનંત સંસાર સાગરમાં… ગુરુ નાવડી સમાન છે. એ જ સાગરની પેલે પાર પહોંચાડશે…
આર્ટિકલ- કાર્તિક જાની..(ગાંધીનગર )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300