આ છે ભારતની સૌથી શ્રીમંત મહાનગરપાલિકાઓમાં સ્થાન પામતી સુરત મહાનગરપાલિકા

આપણી સુરત મહાનગર પાલિકા ભારતની સૌથી શ્રીમંત મહાનગર પાલિકામાં સ્થાન પામે છે એ આપણા બધા માટે બેશક ગૌરવ અને અભિમાન લેવા જેવી વાત છે.
સુરત મહાનગરપાલિકા બ્રિજ સીટી ગણાય છે સુરતમાં આશરે 119 બ્રીજો આવેલા છે આપણા સુરતીઓની મહેનત અને પરસેવાના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે છે પણ કોઈ પણ કામગીરીનું મૂલ્યાંકન થતું નથી કારણકે છેલ્લા કેટલા સમયથી મહાનગરપાલિકાના બ્રિજસેલ વિભાગમાં કાયમી વિભાગીય વડા જ નથી ઘણા વખતથી ઇનચાર્જથી ગાડું ગબદાવાય રહ્યું છે.
હાલમાં ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતી કોટસફીલ રોડની ડી. કે. એમ. હોસ્પિટલ જમીનદોસ્ત કરી નાખવામાં આવી છે ઘણા સમય પછી પણ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. કાલીપુલ નવસારી બજાર ભાગળ સગરામપુરા ભાઠેના માનદરવાજા ખ્વાજા નગર સહિતની લાખો ગરીબ વ્યક્તિઓને સસ્તી અને સારી સારવાર મળતી બંધ થઈ ગઈ.
એવી જ રીતે સુરતની સંસ્કૃતિ જેમાં સદા ધબકતી હતી એ શહેરની મધ્યમાં આવેલું આપણા સૌનું માનીતુ ગાંધીસ્મુર્તિ ભવન ખંડેર હાલતમાં બંધ છે આખા સુરતમાં ગાંધીસ્મુર્તિ ભવનનો વિકલ્પ ક્યારેય મળવાનો છે નહીં કરોડોના ખર્ચે બનેલા સંજીવકુમાર હોલ અને ઇન્ડોર સ્ટેડિયમ ઘણા દુર હોવાથી ધોળા હાથી સમાન પુરવાર થયા છે એમાં પાછુ મેન્ટન્સ બહુ મોંઘુ પડે છે એમાં પાછુ શહેરથી દુર સરથાણામાં 34 કરોડના ખર્ચે નવું ભવન બનાવવાની વાત છે તમને સુરતમાં મુખ્ય જગ્યા પર જ તરત કોઈ ભવન બનાવવાનો વિચાર કેમ આવતો નથી? શા માટે બારબારની બે કરો છો?
રાજ્યમાં છેલ્લા 3 મહિનમાં 156 માતા અને 2447 નવજાત કુપોષણને કારણે મુત્યુ પામ્યા છે જેમાં આપણા સુરતમાં 46 બાળકોના મુત્યુ થયા છે.
શહેરના રેઇનબસેરાઓમાં અને શહેરના મોટા ભાગના બાગબગીચાઓ પર અસામાજિક લોકોનો અડ્ડો છે તમામ ગેર કાનૂની કામો છડેચોક થાય છે કોઈ રોકટક નથી. લાઇટિંગનો સામાન લાઈટ ફેન્સી ડેકોરેશનનો સામાન બેંચ પંખા બધું રોજરોજ ચોરાઈ જાય છે
કરોડોના ખર્ચે બનેલા બ્રિજોની પણ આજ હાલત છે ભંગાર સામાન પ્લાસ્ટિકલ લોખંડ માર્કેટની કાપડની પાઇપો કાર્ટૂનો થેલીઓ આરામથી બાકાયદા દુકાનો બનાવી વેચાઈ રહી છે પાનના ગલ્લા અને ચાહની કીટલીઓ પર વેપાર ધામધૂમથી થઈ રહ્યો છે નાસ્તાની લારીઓ પર વડાપાઉં બ્રેડપકોડા વેચાઈ રહ્યા છે કોઈ ઘણીધોરી નથી.
આવી રીતે કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટ બંધ છે ક્યાય તૂટી ગયા છે ક્યાય ખંડેર હાલતમાં પડવાની રાહ જોઈ રહ્યા છે પાંચ પાંચ પ્રયાસો પછી પણ મહાનગરપાલિકાને રીડેવલેપમેન્ટ માટે કોઈ બિલ્ડર મળતો નથી સામે ચોમાસે હજારો મહેનતકશ લોકો માનદરવાજામાં જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. કોઈ ઉકેલ દેખાતો નથી.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300