જૂનાગઢ પોલીસ અને સિંચાઈ વિભાગની જળસંગ્રહ માટેની આગવી પહેલ મૂર્તિમંત

જૂનાગઢ પોલીસ અને સિંચાઈ વિભાગની જળસંગ્રહ માટેની આગવી પહેલ મૂર્તિમંત
Spread the love

જૂનાગઢ પોલીસ અને સિંચાઈ વિભાગની જળસંગ્રહ માટેની આગવી પહેલ મૂર્તિમંત

 

એક સમયે પડતર કબુતરી ખાણ આજે જળરાશિથી છલોછલ

 

કબુતરી ખાણ પર નિર્મિત ચેકડેમથી ૨.૧૪ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ: ૩૫૦૦૦ ચોરસ મીટરમાં પાણીનો ફેલાવો

 

વન્યપ્રાણીઓને પણ પીવાના પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ

 

૭ થી ૮ કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ખૂબ મોટો ફાયદો

 

ખાસ અહેવાલ: રોહિત ઉસદડ

 

જૂનાગઢ : જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે  મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે.

 

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. શ્રી મયંકસિંહ ચાવડા દ્વારા કબૂતરી ખાણમાં ચેકડેમ બનાવવા માટેના રજૂ થયેલા વિચારને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા અનેસિંચાઈ વિભાગ- જૂનાગઢે આવકાર્યો હતો. જેથી આ વિરાન ખાણને જળાશયમાં પરિવર્તિત કરવાનું એક અભિયાન શરૂ થયું હતું.

રેન્જ આઈ.જી.શ્રી, ધારાસભ્યશ્રી અને સિંચાઈ વિભાગના કાર્યપાલક શ્રી એચ.કે. ઉકાણી તથા તેમની ટેકનીકલ ટીમે સ્થળ ઉપર વિઝીટ કરી, ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ હાથ ધર્યો હતો.

અહીંયા મહત્તમ જળસંગ્રહ કરવા માટે તાંત્રિક બાબતો ચકાસી ખૂબ જ ટૂંકા ગાળામાં સર્વે અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ખાસ કરીને સર્વે માટે સિંચાઈ વિભાગ દ્વારા આધુનિક ડીજીપીએસ ટેકનોલોજી દ્વારા મેપિંગ કરવામાં આવ્યું હતું.

શ્રી મહેતા કહે છે કે, આ ચેકડેમનાં નિર્માણ કાર્યને ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની નેમ હતી. જે સિદ્ધ પણ થઈ હતી. ડેમ બનાવવાના વિચારણાથી માંડી અંદાજે પાંચેક માસમાં આ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી હતી. સિંચાઈ વિભાગ દ્વારા નાના -મોટા ડેમ અને કેનાલનું મરામત કાર્ય, સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કાર્યોની વ્યસ્તતા વચ્ચે આ ચેકડેમનું નિર્માણ કાર્ય ખૂબ ટૂંકાગાળામાં કરવામાં સફળતા મળી હતી.

કબૂતરી ખાણ પર ભૌગોલિક સ્થિતિ એવી છે કે, આ ચેકડેમથી ૭ થી ૮ કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં  ખૂબ મોટો ફાયદો થશે. આ ચેક ડેમની બંને બાજુ એવરેજ ૪ મીટર જેટલા કાંઠા ઊંચા છે, ૩૦ મીટર જેટલું વહેણ પહોળું રહે છે, બે મીટર જેટલી ઉંચાઈમાં બોડીવોલ બનાવવામાં આવી છે, આશરે ૩૫૦૦૦ ચોરસ મીટરમાં પાણીનો ફેલાવો રહે છે. આમ, ૨.૧૪ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થાય છે. તેમજ પશ્ચિમ દિશામાં  ફોરેસ્ટ રેન્જ વિસ્તાર હોવાથી પશુ પંખી અને વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીનો સ્ત્રોત બની રહેશે આમ, આ ચેકડેમથી અનેકવિધ ફાયદા થશે. તેમ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી મૌલિક મહેતાએ ઉમેર્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!