રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી-૨ સિંચાઈ યોજનામાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની
ધાતરવડી-૨ સિંચાઈ યોજનામાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ
રાજુલા અને જાફરાબાદ તાલુકાના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના
અમરેલી : તા.૩ જુલાઈ, ૨૦૨૩ને સોમવારના રોજ બપોરે ૧૨.૧૫ ક્લાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી-૨ સિંચાઈ યોજનામાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થવાથી રાજુલા અને જાફરાબાદ તાલુકાના નીચે મુજબના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના છે.
રાજુલા તાલુકાના ખાખબાઈ, હિંડોરાણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા-૨, કોવાયા અને ઝાફરાબાદ તાલુકાના લોઠપુર ગામોના લોકોને ધાતરવડી નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર,અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300