આડેધડ વાહન પાર્કિંગ તથા ગંદકી બદલ ડી-માર્ટ સામે શિક્ષાત્મક કાર્યવાહી

આડેધડ વાહન પાર્કિંગ તથા ગંદકી બદલ ડી-માર્ટ સામે શિક્ષાત્મક કાર્યવાહી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડી-માર્ટ સહિતના કોમર્શિયલ એકમો સામે ગંદકી કરવા તથા આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સર્જવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
સરગાસણ ડી-માર્ટ ખાતે વાહનોનું બિન અધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જેના લીધે ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી તથા કાગળ અને પ્લાસ્ટિકનો કચરો જોવો મળ્યો હતો. જેથી ડી-માર્ટને નોટિસ આપી રૂપિયા 10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડી-માર્ટ પાસે આવેલા સોનલબેન ખાખરાવાળા નામની દુકાન પાસેથી રૂપિયા 1000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ફરીથી આવી ચૂક ન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી.
હવે પછી જે પણ કોમર્શિયલ એકમો બેઝમેન્ટ પાર્કિંગ હોવા છતા વાહનો બહાર પાર્ક કરાવશે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જે કોમર્શિયલ એકમો પાસે બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા છે તેઓએ ફરજિયાત બેઝમેન્ટમાં જ પાર્કિંગ કરાવવાનું રહેશે
જેથી. રસ્તા પર અડચણરૂપ ન થાય. જો આવું કરવામાં ચૂક થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300