હિંમતનગર ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત કલેકટર ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ

હિંમતનગર ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત કલેકટર ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ
Spread the love

હિંમતનગર : હિંમતનગર ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત કલેકટર ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ.

હિંમતનગર ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં સમગ્ર શિક્ષા અંતર્ગત નિપુણ ભારત ગવર્નિંગ કાઉન્સિલ અને કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત નિપુણ ભારત ગવર્નિંગ કાઉન્સિલ અને કારોબારી સમિતિની બેઠક કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.


આ બેઠકમાં સમગ્ર શિક્ષા અંતર્ગતના ગુણવત્તાયુક્ત શિક્ષણ, ડિઝીટલ માધ્યમ દ્વારા શિક્ષણ, વ્યવસાયિક શિક્ષા, રમતો અને શારીરિક શિક્ષણ, મૂલ્યાંકન સર્વેક્ષણો જેવા ઘટકોની ચર્ચા કરવામાં આવી હતી. નિપુણ ભારત અંતર્ગત થતી પ્રવૃતિઓ, વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત થયેલી કામગીરી તેમજ સ્કિલ બેઝ તાલીમમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સિવિલ શાખા દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ખૂટતા ઓરડાઓ, શૌચાલયો અને વરંડા અંગેની માહિતી રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.


સમગ્ર શિક્ષાના વિવિધ વિભાગો જેવા કે આઈડી,એસટીપી, એમઆઈએસ,એકાઉન્ટ, જેન્ડર કોલેટી એજ્યુકેશન અને સિવિલ શાખા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, મદદનીશ જીલ્લા કોર્ડીનેટર શૈલેષભાઈ વ્યાસ, કે.આર શ્રોફ ફાઉન્ડેશનના ઉદયભાઇ, બીઆરસી કોર્ડીનેટર તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!