જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામક તરીકેનો ચાર્જ સંભાળતા ડો.આર.બી.માદરીયા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામક તરીકેનો ચાર્જ સંભાળતા ડો.આર.બી.માદરીયા
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન નિયામક તરીકેનો ચાર્જ ડો.આર.બી.માદરીયાને સોપવામાં આવેલ છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ૨૦૦૬ થી ગૌચર સંશોધનકેન્દ્ર, ધારી ખાતે એક વર્ષ ત્યાર બાદ જમીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ,જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે ટીસ્યુકલ્ચર લેબમાં મદદ.સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી છે. ત્યારબાદ ૨૦૧૨માં સહ સંશોધન વૈજ્ઞાનિક તરીકે નિમણુક થતા બે વર્ષ ગૌચર સંશોધન કેન્દ્ર, ધારી ખાતે અને ૨૦૧૪ થી મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રમાં દિવેલા સંશોધનની મુખ્ય કામગીરી કરી હતી. વર્ષ ૨૦૨૦થી મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ સમય દરમ્યાન દિવેલાની એક જાત જીસીએમ-૯ તથા મગફળીની સાત જાતો જીજી-૨૩,૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯ અને ૪૦ વિકસાવેલ છે.
વર્ષ – ૨૦૨૨ થી સહ સંશોધન નિયામક તરીકે વધારાનો ચાર્જ સંભાળેલ અને યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો પરના સંશોધનની કામગીરીને ઉચ્ચ સ્તરે લઇ જવા ઉમદા કામગીરી કરી હતી. .
આ સમય દરમ્યાન ૧૨ એમએસસી અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતુ. તેમણે ૭૫ થી વધુ પેપરો રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય જર્નલમાં પબ્લીશ કરેલ છે. આ સમય દરમ્યાન કેન્દ્રની દિવેલા સંશોધનની કામગીરીને ધ્યાને લઈને વર્ષ – ૨૦૧૭ થી ૨૧ ની કામગીરી માટે બેસ્ટ દિવેલા સંશોધનનો એવોર્ડ મળેલ જેમાં તેમનો સિંહ ફાળો રહેલ છે.તેમની આ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કરેલ ઉમદા કામગીરી તેમજ બહોળા અનુભવને ધ્યાને રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન નિયામક તરીકેનો ચાર્જ સોપવામાં આવેલ છે.આ પ્રસંગે કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટીયા તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કર્મચારીઓ/અધિકારીશ્રીઓ, વિધાર્થીઓ અને ખેડૂત વર્ગે ડો.આર.બી.માદરીયાને શુભેચ્છાઓ પાઠવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300