જૂનાગઢ : તા.૬ જુલાઈના રોજ ભરતી મેળો યોજાશે

જૂનાગઢ મહાનગરપાલીકા અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૬ જુલાઈના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલીકા અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અમદાવાદ ખાતે BPO/BPS ની ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણીક વર્ષ ૨૦૨૨ તથા ૨૦૨૩ના વર્ષમાં પાસ થયેલ B.Com, BBA, BBM, BMS, BA, B.Sc. (Non CS and IT) શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન શ્રી શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે તા. ૦૬/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર આપેલ લીંક: https://nextstep.tcs.com/campus/#/ પર DT નંબર ક્રિએટ કરી BPS કેટેગરીમાં જઇ ફોર્મ ભરવુ ફરજીયાત છે. રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, સરકારી ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો – ૧, રીઝ્યુમ, તથા TCS BPS એપ્લીકેશન ફોર્મ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300