આદિવાસી જન સેવા ટ્રસ્ટ સંચાલિત તીર્થ છાત્રાલયના નિરાધાર અને ગરીબ વિદ્યાર્થીનીઓ ગૌરીવ્રત ઉમંગભેર કર્યા

આદિવાસી જન સેવા ટ્રસ્ટ સંચાલિત તીર્થ છાત્રાલયના નિરાધાર અને ગરીબ વિદ્યાર્થીનીઓ ગૌરીવ્રત ઉમંગભેર કર્યો
પાંચ દિવસના ગૌરી વ્રતની તમામ સામગ્રી ,દ્રાય ફ્રુટ, ફરાળી,પૂજાપો, સહિતનો ખર્ચ માનવ સેવા ટ્રસ્ટ અમદાવાદે ઉપાડયો
ધન્ય છે આવા દાતાઓની જે ફાતિમ દુનિયામાં જેનું કોઈ જ નથી તેનો ઉપર વાળાનો હાથ વરસેલો રહે છે આ ફાતિમ દુનિયાના દાતાઓને સલામ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા મથકે ચાલતી આદિવાસી જન સેવા ટ્રસ્ટ સંચાલિત તીર્થ છાત્રાલયના નિરાધાર અને ગરીબ વિદ્યાર્થીનીઓ ગૌરીવ્રતના પાવન પર્વના અવસરને ઉલ્લાસ અને આનંદભેર કર્યો છે
ગૌરીવ્રતના પાવન પર્વના અવસર નિમિત્તે છાત્રાલયમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓ પોત પોતાની એક નાની વાસના કામળાની ટોપલીયોમાં જવની વાવણી કરી છે વિદ્યાર્થીનીઓ આ જવ વાવેલ ટોપલીયોને પોતાની છાત્રાલય પરિસરના મંદિરમાં પ્રણાલીપ કરી છે રોજ વિદ્યાર્થીનીઓ વહેલી સવારે ઉઠી ગૌરી વ્રતની પુજા આરતી કરે છે તમામ વિદ્યાર્થીનીઓ ઉપાસ રાખ્યા છે
તેઓ ઉપવાસ માં ફ્રુટ,ફડાળી જેવી વાનગીનો જ આહાર કરે છે સવારે પૂજા આરતી કર્યા પછી વિદ્યાર્થીનીઓ પોતાની રૂપલ બી ગજ્જ જાનકી શાળામાં અભ્યાસ કરવા જાય છે છાત્રાલયમાં રહેતી તમામ છોકરીઓ ધોરણ-૯,૧૧ અને ૧૨માં અભ્યાસ કરે છે આ નિરાધાર ગરીબ વિદ્યાર્થીનીઓ પોતાના રોજના નિત્યકાર્ય મુજબ શાળાએ ભણવા જાય છે પોતાની છાત્રાલય માં સ્થાપીત કરેલ ગોરીવ્રતની સવાર સાંજ એમ બે ટાઈમ પાંચ દિવસ સુધી પુજા આરતી કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરે છે છેલ્લા પાંચમા દિવસે આ કુવારીકાઓ આખો દિવસ નકોડો ઉપાસ કરી આખી રાત જાગીને જાગરણ કરે છે ત્યારબાદ વહેલી સવારની પરોઢે સ્થાપિત કરેલ ગૌરીકાંમાતાને રગેચગે વિસર્જિત નજીકની નદીમાં કરે છે પાંચ દિવસના આ ગૌરી વ્રતના પાવન પર્વના અવસર નિમિત્તે કુવારીકાઓ રંગેચગે તેની ઉજવણી કરતી હોય છે પરંતુ વાત છે આ જગતની ગરીબ અને નિરાધાર દીકરીઓની જેનું ભગવાન સિવાય કોઈ આ દુનિયામાં છે જ નથી તેવી કુવારીકાઓ કેવી રીતે આ ગોરી વ્રત ઉજવશે તેની ચિંતા સ્વનિર્ભર તીર્થ છાત્રાલય ચલાવતા સંચાલક ગોપાલભાઈ હિમતભાઈ વસાવાને સતાવી રહી હતી જોકે આ વિદ્યાર્થીનીઓને પોતાની દીકરીઓની જેમ જ રાખે છે પોતાના છાત્રાલય માં રહેતી માતા પિતાની છત્રછાયા ઉમાવી દીધે આ દીકરીઓને પોતાના માતા પિતાની કોઈ જ પ્રકારની કમીનો ફિલ્સ તેમના જીવનમાં ન થાય તેની ખાસતકેદારી કાળજી રાખે છે તેમને કોઈ જ પ્રકારની ચીજવસ્તુઓ તેમજ ધર પરિવારની હુપની કમી પડવા દેતાં નથી આ કુવારીકાઓ ગોરી વ્રતના પાવન પર્વ સારી રીતે દીકરીઓ ઉજવે તે માટે પાંચ દિવસની તમામ સામગ્રી ,ફ્રુટ ફરાળી,પૂજાપો, જેવી તમામનો ખર્ચન માનવ સેવા ટ્રસ્ટ અમદાવાદના મનોજભાઈ વાધેલા એ ઉપાડી લીધો છે ધન્ય છે આવા દાતાઓની જે ફાતિમ દુનિયામાં જેનું કોઈ જ નથી તેનો ઉપર વાળાનો હાથ વરસેલો રહે છે આ ફાતિમ દુનિયાના દાતાઓને સલામ છે
રિપોર્ટ : વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300