ચોરી થયેલ બાઈક ગણતરી ના કલાકો માં ઝડપી પાડતી ભાભર પોલીસ..

ચોરી થયેલ બાઈક ગણતરી ના કલાકો માં ઝડપી પાડતી ભાભર પોલીસ..
Spread the love

ભાભર માંથી ચોરી થયેલ બાઈક ગણતરી ના કલાકો માં પકડી પાડતી ભાભર પોલીસ..

ભાભર વિસ્તાર માં ભાભર પીએસઆઈ એચ.પી.દેસાઈ તથા પોલીસ સ્ટાફ ના માણશો ભાભર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર વાવ સર્કલ પાસે આવતા એક શંકાસ્પદ ઈસમને મોટરસાયકલ સાથે આવતા હોઇ તેને ઉભા રાખેલ તેની પાસે મોટરસાયકલ ના સાધનિક કાગળો માગતા કોઈ ચોક્કસ હકીકત જણાવતો ન હોય તેમ જ ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપતો હોય મોટરસાયકલ પોતાના ફુવાના ઘરે લઈ જતો હોય જેથી સદર બંને ઈસમને તથા તેના ફુવાને પકડી લાવી મોટરસાયકલ બાબતે પૂછતા ભરતભાઈ બાવાભાઈ ઠાકોર રહે . નેસડા તાલુકો ભાભરવાળા પાસેથી વેચાતું લીધેલું છે એ છે તેથી બંને ઈસમોને પોલીસ સ્ટેશન લાવી મોટરસાયકલ બાબતે વધુ પૂછપરછ કરતા મોટરસાયકલ ભાભર મુકામેથી ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ છે તેથી બંને વિરુદ્ધ ઠાકોર નરસંગ ઉર્ફે ચકો વનાજી રહે ચેમબુવા તથા દિનેશ વિરમજી ઠાકોર રહે ગાગુંન ને જડપી વધુ પૂછપરછ ભાભર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે આ મોટરસાયકલ તારીખ 5 7 2021 ના રોજ ભાભર રાજારામ હોસ્પિટલ પાસેથી ચોરાયુ હોવાની પણ પોલીસ પાસેથી માહિતી મળેલ છે ભાભર પોલીસ દ્વારા ગણતરી ના કલાકો માં ચોરી નું મોટર સાઇકલ જડપી પડેલ છે.

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230707-WA0027.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!