આપણી મા સામાયિક નેજા હેઠળ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

આપણી મા સામાયિક નેજા હેઠળ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો સતત ત્રીજી વખત તંત્રી પદે ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’ સર્વાનુમતે
9 જુલાઈ 2023 રવિવારના રોજ ખંભોળજ તીર્થધામ ખાતે 8.30 કલાકના યજ્ઞ બાદ 9. 30 વાગ્યે ‘આપણી મા’ સાથે સંકળાયેલા લેખકો, કવિ મિત્રો, સ્વયંસેવકો તથા તંત્રીમંડળ દ્વારા નવા પ્રકાશક રેવ. ફાધર ફ્રાન્સિસ રેક્સ નું ફલ હાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારંભ કાર્યક્રમ નું સંચાલન સર્જક રેવ. ફાધર ફાન્સિસ રેક્સ દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ અમદાવાદ ધર્મ વિભાગમાંથી ઉપસ્થિત આપણી મા સાથે સંકળાયેલા સહયોગ આપનાર મહાનુભાવો એ પોતાનો ક્રમશઃ પરિચય આપ્યો. પોતે અનુભવેલ વસ્તુની રજૂઆતો કરી. મેગેજીન વધુ લોકો સુધી પહોંચે એ દિશા માં ચર્ચા થઈ રાજુ ભાઈ જણાવે છે કે આ તો માની પ્રસાદી છે. સો રૂપિયા થી માસ અર્પણ કરનાર ને ફી માં આપવી જોઈએ.પ્રકાશક રેવ ફાધર ફાન્સિસ સર્વને આવકારે છે. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ સર્વ નો આભાર માને છે. આપણી મા સામાયિક દસ વર્ષ પૂર્ણ કરી ૧૧ માં વર્ષમાં પ્રવેશ કરે છે.
આવતાં અંકે ત્યારે આ દશાબ્દિ ની ઉજવણી કેવી રીતે કરાય તેની ચર્ચા કરવામાં આવી. તંત્રીશ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી સર્વાનુમતે ફરી તેઓની તંત્રી તરીકે પંસદગી કરવામાં આવી. 11:15 વાગ્યે રેવ. ફાધર ગોલ્ડને પ્રાર્થના સાથે કાર્યક્રમ ને પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી બધાએ સાથે મળી ચા નાસ્તાની મજા માણી અંતમાં ગ્રુપ ફોટોશેશન કરવામાં આવ્યો નવા પ્રકાશક રેવ ફાધર ફાન્સિસ નું સતત ત્રીજી વખત તંત્રી બનતા ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા સાલ, બુકેથી સન્માન. નવા વર્ષની આ બેઠક ખૂબ જ સુંદર રહી હસ્તે મુખે છુટા પડ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300