રાધનપુર પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખોલતો વરસાદ

રાધનપુર પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખોલતો વરસાદ
રાધનપુર બજારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી સહિત ગટર નું પાણી રોડ પર ભરાઈ આવતા પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખુલી
પાટણ જિલ્લા નાં રાધનપુર શહેર માં પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે લોકો નું કહેવું છે કે રાધનપુર શહેર માં કોઈ પ્રિ મોન્સુન કામગીરી પાલિકા ની દેખાઈ રહી નથી. રાધનપુર માં સામાન્ય વરસાદ પડતા ની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળે છે જે પાણી સતત રોડ રસ્તા પર ભરાયેલા રહે છે. જેના કારણે વાહન ચાલકો દુકાનદારો રાહદારીઓ સતત પરેશાન જોવા મળી રહ્યા છે.રાધનપુર બજાર માં વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહી કરવામાં આવતા ચોમાસા દરમિયાન વરસાદી પાણી સહિત ગટર લાઇન નું પાણી પણ રોડ રસ્તા પર ભરાઈ રહે છે ત્યારે પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી સામે અનેક પડકારો ઊભા થવા પામ્યા છે.
રાધનપુર વિસ્તાર માં લોકોએ જણાવ્યું હતું કે જ્યારે પણ વરસાદ શરૂ થાય છે ત્યારે પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખુલી થાય છે. કેમ કે અહીંયા વરસાદી પાણી નો કોઈ યોગ્ય નિકાલ નહી થતાં સામાન્ય વરસાદ માં પણ બજાર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહે છે. જેને લઇને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનવું પડે છે . ત્યારે પ્રિ મોન્સુન કામગીરી ને લઇને પાલિકા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.રાધનપુર શહેર માં પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરાઇ છે કે કેમ ? અને જો પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે તો કઈ જગ્યાએ અને કેટલી કામગીરી કરાઈ છે..? કેમ કે રાધનપુર વિસ્તાર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. ઠેર ઠેર રોડ રસ્તા પાણી માં ગરકાવ થઈ રહ્યા છે. જ્યાં જ્યાં નજર પહોચે ત્યાં ત્યાં રોડ રસ્તા પર પાણી જ પાણી ભરાય છે. કોઈ નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી નથી લોકોનું કહેવું છે કે રાધનપુર શહેર માં પ્રિ મોન્સુન કામગીરી ક્યાંય દેખાતી નથી ત્યારે પાલિકા નાં સતાધીશો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300