રાધનપુર સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણાના 2 આરોપીના આગોતરા જામીન નામંજૂર

રાધનપુર સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણાના 2 આરોપીના આગોતરા જામીન નામંજૂર
વેપારી પાસેથી 2 ટ્રક કોલસા મંગાવી પૈસા ના આપીને છેતરપિંડી કરાઇ હતી
પાટણ જિલ્લા નાં રાધનપુર શહેરના કોલસાના વેપારી પાસેથી મહેસાણાના બે વેપારીઓએ બે ટ્રક કોલસો મંગાવીને પૈસા ના ચૂકવીને છેતરપિંડી આચરતાં વેપારીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ બે વેપારીઓ દ્વારા રાધનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. કોર્ટે આધાર-પુરાવાને ધ્યાનમાં રાખીને આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. મહેસાણાના બે વેપારીઓ અશોકભાઈ ગાંડાલાલ પટેલ અને ધવલભાઈ જીતેન્દ્રભાઈ પટેલે રાધનપુરના કોલસાના વેપારી ઓજસભાઈ રમેશભાઈ મુળજીભાઈ ઠક્કર પાસેથી બે ટ્રક ભરીને કુલ 21250 કિલો કોલસો મંગાવ્યો હતો અને રૂ.3,67,740 આપવાના થતાં હતાં એમાંથી રૂ.34740 આપ્યા હતાં.
બાકીના રૂ.3,33,000 આપ્યા ના હોવાથી અને આપવામાં ગલ્લાતલ્લા કરતાં હોવાથી બંને વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓએ રાધનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી.પરંતુ કોર્ટે મજબૂત આધાર પુરાવાઓને ધ્યાને લઈને જામીન અરજી નામંજૂર કરી હતી. ફરિયાદી પક્ષે આરોપી ધવલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ રીઢો ગુનેગાર છે અને આ કેસના ફરિયાદી સાથે જે ગુનો કર્યો છે,તે પ્રકારના અનેક ગુના કર્યા હોવાનું જણાવીને આ પ્રમાણેની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાની રજૂઆતો કરી હતી.
એક વેપારી સામે 38 કેસો નોંધાયેલા છે ફરિયાદી ઓજસભાઈ ઠક્કરે આરોપી ધવલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્રના નંદુરબાર, ઊંઝા, મહેસાણા, સુરત, નિમચ(મધ્યપ્રદેશ)સહીતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના પુરાવા રજુ કરવામાં આવ્યા હતાં. ધવલભાઈ પટેલ વિરુદ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-1881ની કલમ-138 મુજબના કુલ 38 કેસો થયાં હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300