નર્મદા જિલ્લામાં બાઈક ચોરીના ૮ ગુનાનો વોન્ટેડ આરોપી ચોરીની બાઈક સાથે ઝડપાયો

નર્મદા જિલ્લામાં બાઈક ચોરીના ૮ ગુનાનો વોન્ટેડ આરોપી ચોરીની બાઈક સાથે ઝડપાયો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બે ગુના સુરત જિલ્લામાં એક ગુનો નંદુરબાર જિલ્લામાં એક ગુનો ભરૂચ જિલ્લામાં બે ગુના રાજપીપલામાં એક ગુનો એમ કુલ -૮ ગુનાઓ બાઈક ચોરીના આ આરોપી વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાયેલ પોલીસ ચોપડે ફરાર વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે પકડાયો
નર્મદા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પરથી બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ ચોરીનો વોન્ટેડ આરોપી આજે જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના હાથે બાઈક સાથે રંગે હાથે ઝડપાઇ ગયો છે આ આરોપીએ જિલ્લાના સાગબારામાં બે ગુના સુરતમાં એક ગુનો નંદુરબાર જિલ્લામાં એક ગુનો ભરૂચમાં બે ગુના રાજપીપલા માં એક ગુનો એમ કુલ -૮ ગુનાઓ બાઈક ચોરીના તેઓની વિરુદ્ધમાં પોલીસ ચોપડે નોંધવા પામેલ છે પોલીસ પકડથી ઘણાં લાંબા સમયથી દુર રહેલા ફરાર વોન્ટેડ આરોપીને ચોરીની બાઈક સાથે રંગે હાથ પોલીસે પકડી પાડ્યો છે પોલીસે તેની સામે અટકાયતી પગલાં ભરી કાયદેસરની આગળની વધું તપાસ કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં જીતનગર તરફ એલ.સી.બી.પોલીસ પેટ્રોલીંગ નીકળી હતી તે સમય દરમિયાન એક ઇસમ નંબર વગરની હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ દોરીને લઇ જતો હતો આ વેળા પોલીસને આ ઇસમની શંકાસ્પદ હીલચાલ લાગતા તેને રોકીને પુછપરછ હાથ ધરવામાં આવતા માલુમ પડ્યું હતું કે આ અગાઉના મોટર સાયકલ ચોરીના ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ ફરાર હોવાનું ઓળખ થયેલ તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ વિક્રમભાઇ ઉર્ફે પિન્ટયા કિરસીંગ ઉર્ફે કેલીયા વસાવા રહે. સાકલી ઉંમર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નો હોવાનુ જણાવ્યું હતું તેની પાસેના કબ્જામાની નંબર વગરની હીરો એફ.એફ ડીલક્ષ મોડેલની ભુરા પટ્ટાવાળી હોય એચ.એફ.ડીલક્ષ જેના એંજીન નંબર જોતા HA11EDN5J57821 તથા ચેસીસ નંબર MBLHAC027K5H46019 ની સદર મોટર સાયકલ અંગે પુછપરછ કરતાં તેઓ ગલ્લા- તલ્લા કરીને સંતોષકારક જવાબ આપતો ન હતો ત્યારબાદ પોલીસને આ મોટર સાઇકલ ચોરી કરેલ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું સદર મોટર સાયકલ ચોરી કરીને આજથી ચાર દિવસ પહેલા રાજપીપલાના રંગવધુતથી આગળ આવેલ ચિત્રાવાડી ગામ પાસેની એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન ચોરી કરીને લઈ જતો હતો તે સમય વેળા આ મોટર સાઇકલ બંધ પડી ગયેલ જેથી આ મોટર સાયકલને નજીકમાં અવાવરૂ જગ્યા આવતા ઝાડી- ઝાંખરમાં સંતાડી દઇને અક્કલકવા જતો રહ્યો હતો, ત્યારબાદ આ સતાડેલ જગ્યાએથી ચોરીની મોટર સાયકલ લેવા માટે આવ્યો હતો બાદમાં આ બંધ હાલતમાં પડેલ મોટર સાયકલ ને દોરીને જીતનગર તરફથી લઇ જતો હતો તે સમય દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ આરોપીને ચોરેલી મોટર સાઇકલ સાથે રંગે હાથે પકડી પાડ્યો હતો પોલીસે પકડેલા આ આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. ૪૧ (૧) (ડી) મુજબ તેની અટક કરી તેની પાસેની હીરો એચ.એફ. ડીલક્ષ મોડેલની મોટર સાયકલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો પોલીસે આ પકડાયેલ આરોપીની ગુનાના કામે વધુ આગળની તપાસ કાર્યવાહી અર્થે રાજપીપલા પોલીસ સ્ટેશનને કબ્જો સોંપવામાં આવ્યા હતો
રિપોર્ટ : વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300