સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા દેશના પ્રધાનમંત્રી ને રજુઆત કરવામાં આવી.

સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી.
પાટણ જિલ્લા નાં સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ને જયંતિલાલ એલ પરમાર પૂર્વ ઉપ પ્રમુખ સિધ્ધપુર નગર પાલિકા, પૂર્વ સદસ્ય ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદ દ્વારા રજુઆત કરવામાં આવી છે. પવિત્ર ઐતિહાસિક માતૃગયા તિર્થક્ષેત્ર સિદ્ધપુર શહેરને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ જાહેર કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ને વિગતવાર મુદ્દાઓ સહિત માહિતી સાથે આવેદનપત્ર થકી રજુઆત કરવામાં આવી છે. આ મહત્વના ધાર્મિક સ્થળ તરીકે માન્યતા આપી સિદ્ધપુરને યાત્રાધામ તરીકે યોગ્ય સ્થાન આપવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરી જરૂરી આદેશ કરવા માંગણી કરવામાં આવી છે. અને જે આવેદનપત્ર ની પ્રત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સિદ્ધપુર ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ને આપી સત્વરે સિદ્ધપુર શહેરને રાજ્યના પવિત્ર યાત્રાધામો માં સમાવેશ કરવા સિધ્ધપુર નગર પાલિકા અને પૂર્વ સદસ્ય ભારતીય જનતા પાર્ટી જયંતિલાલ એલ પરમાર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300