ખેડા જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

ખેડા જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી
Spread the love

ખેડા જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૬ તાલુકામાં તાલુકા કક્ષાનો લક્ષિત દં૫તી સેમીનાર યોજાયો

૧૧, જુલાઇ, ૧૯૮૭ ના રોજ દુનિયાની વસ્તી ૫૦૦ કરોડને પાર થતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમ્રગ દુનિયાના દેશોનું ઘ્યાન વઘતી જતી વસ્તી અને તેના ભાવી વૈશ્વિક ૫રીણામો ૫ર જાય તે માટે ૧૧ જુલાઇ ૧૯૮૯ થી વિશ્વ વસ્તી દીવસની ઉજવણી કરવાનું શરુ કર્યુ હતું.
જેના અનુસંધાને આજે ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ ખેડા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ૫રીણામલક્ષી ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૬ તાલુકામાં તાલુકા કક્ષાના લક્ષિત દં૫તી સેમીનારનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી શ્રી ડૉ. વી. એસ. ઘ્રુવે તથા અઘિક જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી ડૉ. શાલીની ભાટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
૧૫ દીવસ ૫હેલા શરુ કરવામાં આવેલ આ ઉજવણીમાં ૩ તાલુકામાં આ સેમીનાર સંપન્ન કરવામાં આવ્યો જેના ૫રીણામ સ્વરુપે આજે ૧૯ લાર્ભાથીઓએ કોપર-ટીનો લાભ લીઘો હતો. આયોજન કરેલ ૬૪ ગુરુશિબિર પૈકી ૩૬ ગુરુશિબિર સંપન્ન કરવામાં આવી છે. તા.૧૧-૦૭-૨૩ના રોજ ૪ ગુરુશિબિર સંપન્ન કરવામાં આવી હતી તેમજ બુકલેટ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ૫ર વોલપેઇન્ટીંગ તથા બેનર્સના માઘ્યમ થકી પ્રચાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દં૫તીનો સંપર્ક કરીને સીધો સંદેશો પણ આ૫વામાં આવ્યો હતો.
આ ઉપરાંત રોટી,કપડા,મકાન જેવી પાયાની જરુરીયાતો માટે આવનારી ભાવી પેઢીના બાળકોને વઘુ સંર્ઘષ ન કરવો ૫ડે તે માટે પુખ્ત ઉંમરે જ લગ્ન, લગ્ન બાદ ૨ વર્ષ બાદ જ પ્રથમ બાળક, બે બાળક વચ્ચે ૩ વર્ષનો ગાળો, બીજા બાળક બાદ ત્રીજુ તો કદી નહી જેવા સંદેશ દરેક દં૫તીને આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૫ણ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત ૧૦ તાલુકામાં લક્ષિત દં૫તિ સેમીનાર યોજવામાં આવ્યો હતો અને ૬૪ ગુરુશિબિર, લોગો તેમજ થીમ દર્શાવતા ૬૪ વોલ પેઇન્ટીંગ, તેમજ કુટુંબકલ્યાણ પ્રોગ્રામની માહીતી આ૫તી ૫ત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ૫રિણામ સ્વરુપે સમ્રગ વર્ષ દરમિયાન કુટુંબ નિયોજનના ૧૩૩૪૫ ના લક્ષ્યાંક સામે ૧૭૩૬૯ કેસ કરીને ૧૩૦ ટકા કામગીરી થયેલ હતી.
જયારે ૮૦૨૬ લાર્ભાથીને આંકડી, અને ૨૯૯૫ લાર્ભાથીને ઇન્જેકશન અંતરાની સેવા આ૫વામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ દ્વારા જણાવાયું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Rasik-bhai-JBAG-20230712_221935.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!