ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડીયો શરૂ કરવામાં આવ્યો

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડીયો શરૂ કરવામાં આવ્યો
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડીયો શરૂ કરવામાં આવ્યો.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ તેમજ પાયોનીયર ડોમ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ તેમજ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડિયો કલામ કેમ્પસ સાથે સ્થાપવામાં આવ્યો. આ તકે પાયોનીયર ડોમ ના સ્થાપક રામકૃષ્ણ સમેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ વિશેની વિશેષ માહિતી પ્રદાન કરી. સ્ટાર્ટ અપ સ્ટુડિયો નો ઉપયોગ સમગ્ર અમરેલી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો કરી શકશે. દેશ અને વિદેશના મેન્ટરો સાથે વિદ્યાર્થીઓને જોડવાનું કામ આ સ્ટુડિયોના માધ્યમથી કરવામાં આવશે. સમગ્ર જિલ્લા માટે આ એક ઐતિહાસિક ઘટના છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300