જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની કામગીરીમાં થયેલ પ્રગતિ, ગાય આધારિત ખેતી, ઉત્પાદન થયેલ ચીજ વસ્તુઓના વેચાણ માટે નવીન બજાર જેવા મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તથા જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતી માટેની ૧૦૦% કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ઠાસરા પ્રાંત અધિકારીશ્રી, કપડવંજ પ્રાંત અધિકારીશ્રી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મદદનીશ બાગાયત નિયામકશ્રી, સહિત અન્ય સંબધિત વિભાગના અધિકારીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300