સંઘર્ષ-સાદગી-સેવા-સહકાર અને સફળતાના સામ્રાજયનું સરનામું એટલે શ્રી રમેશભાઈ ગાબાણી…

સંઘર્ષ-સાદગી-સેવા-સહકાર અને સફળતાના સામ્રાજયનું સરનામું એટલે શ્રી રમેશભાઈ ગાબાણી…
Spread the love
  • બાલ્યાવસ્થામાં બોટાદના વિરડી ગામે થી નીકળેલો #બાળક આજે ધરાવે છે અંક્લેશ્વર ખાતે અગ્રણી બિઝનેસમેન ની છાપ….

વાત કરવી છે એવા માણહ ની કે જેઓ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામના વતની #શ્રી_રમેશભાઈ_દેવજીભાઈ ગાબાણી કે જેઓ અથાગ પરિશ્રમ અને સંઘર્ષમય જીવન માંથી પસાર થઈ આજે કરોડોના કેમિકલ વ્યવસાય કરી એક અગ્રણી બિઝનેસ ની છાપ સાથે અંકલેશ્વર ને પોતાની કર્મભૂમિ બનાવી સ્થિર થયા છે. સરળ_સાત્વિક_સાદગી_નિખાલસ અને મળતાવડા સ્વભાવ નું અનોખું વ્યક્તિત્વ ધરાવતા શ્રી રમેશભાઈ ગાબાણી વતન માં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે આગળ વધુ ભણવાની ઈચ્છા હોવા છતાં સૌરાષ્ટ્ર માં ઉપરા ઉપરી પડેલા દુષ્કાળથી પરિવાર ને ઉગારવા નાની જ ઉંમરે સુરત તરફ પ્રયાણ કર્યું.જ્યાં તેઓ એક ડાયમંડના કારખાનામાં મહિને 350 રૂપિયા પગારની નોકરી મેળવી. નોકરી કરતા કરતા યુવાવસ્થા માં એક વિચાર આવ્યો બસ આ વિચાર જ તેમની સફળતા નું સરતાજ બની ગયું… વિચાર એવો આવ્યો કે આગળ વધવા નાનો કે મોટો ધંધો કરીએ અને એ પણ એવો કે પાક્કું બિલ લેવું અને પાક્કું બિલ દેવું… 1993 ની સાલ માં ડાયમંડ નું કાર્ય ચાલુ રાખીને સાઈડ બિઝનેસ ભાગીદારો સાથે કેમિકલ ફેકટરી ની શુભ શરૂઆત કરી ધીમે ધીમે કેમિકલ વ્યવસાય સેટ થતું હોય તેવું લાગતું હોવાથી ડાયમંડ નું કામ છોડી 1997 માં માત્ર ને માત્ર #કેમિકલ પર જ ફોકસ કર્યું.. અને ભાગીદારો સાથે એક માંથી બીજી મોટી ફેક્ટરી કરવાનો એક #સફળ પ્રયાસ કર્યો જેમાં ખુબ જ #સફળતા મળી..

શ્રી રમેશભાઈ ગાબાણી અંકલેશ્વર કેમિકલ એશોસિયેસનના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે.. તેમજ પોતાના વતન માં સરપંચનું પદ પણ ભોગવી ચૂક્યા છે..એટલે કહેવાનું એટલું જ કે વતન ની સાથે કર્મભૂમિ માં પણ લોકચાહના પ્રાપ્ત કરી છે.. સફળતા ના સરતાજ #શ્રી_રમેશભાઈ_ગાબાણી એ જણાવ્યું કે માતાપિતા સિવાય મારા ઘડતર માં મુખ્ય સિંહ ફાળો હોય તો તે છે મારા શ્રી લાલજીકાકા કે જેઓએ તેમના દીકરા કરતાં વિશેષ મારો ખ્યાલ અને કાળજી રાખી ખુબ સપોર્ટ કર્યો છે જે હું મારી જીંદગીભર ક્યારેય ભૂલી શકીશ નહિ. આજની યુવા પેઢીને જીવન જીવવાની જડીબુટ્ટી જાણાવી જ હોય તો શ્રી રમેશભાઈ ગાબાણી સંઘર્ષમય જીવન માંથી પસાર થયા ત્યારથી હાલ સુધીમાં ક્યારેય તેમના ચહેરા પરનું એક અટલ સ્મિત વિખરાવવા દીધું નથી. અતિ સંઘર્ષમય જીવન માંથી પસાર થયા અને આજે કેપેબલ થયા છીએ તો તે ઈશ્વર ની કૃપા જ કહેવાય તેવું સમજી યોગ્ય સમયે સમયે સેવા સહકાર અને સમર્પણ માટે ગરીબો ને મદદરૂપ થવું , ગરીબો અથવા અતિ જરૂરિયાતમંદ પરિવારના બાળકો અભ્યાસથી વંચિત ના રહે તેવા હેતુથી તેવા લોકોને પણ મદદ કરતા રહે છે તેમજ સમાજ માટે આરોગ્યની બાબતે દવાખાના ના ખર્ચ માટે સારી એવી સેવા કરતા આવ્યા છે.. કોરોના કાળ દરમિયાન બોટાદ જીલ્લાના છેવાડા ના ગામ સુધી સેવાની સરવાણી વહાવી હતી જેમનો આંકડો તેઓ જણાવવા માંગતા નથી..

આ બધું કરતા કરતા પરિવાર ને એક તાંતણે બાંધી ભાઈ અને ભત્રીજા ઓને હર હંમેશ સાથે જ રાખી એક સમાનતાથી જોડી રાખ્યા છે… આવા વિશાળ દરિયા જેવું હૃદય ધરાવતા સમાજ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ભીમજીભાઈ ગાબાણી વધુ એક કદમ આગળ વધવા ભાઈ ભત્રીજા અને ભાગીદારો સાથે અમેરિકા માં બિઝનેસ સાથે ઝંપલાવી સમાજ સાથે વતન અને દેશ નું નામ રોશન કરવાનું દિવ્ય સ્વપ્ન સેવી રહ્યા છે. આજની યુવા પેઢીને સમજવવા એક સંદેશ આપતા કહે છે કે એક કહેવત છે મન હોય તો માળવે જવાય.. આ પંક્તિ દરેક યુવાનો એ ખાસ સમજવી જરૂરી છે કોઈપણ વેપાર કે બિઝનેસ કરો તો ધીરજ રાખી નાસીપાસ થયા વગર મન મક્કમ રાખવું નિષ્ફળતા મળે તો ગભરાયા વગર આગળ વધવા મથામણ કરી લેવી નિષ્ફળતા માં જ સફળતા ની ચાવી હોય છે.. ચારે બાજુ ફાફા મારવા કરતા કોઈ એક દિશા માં ફોકસ કરવું અને નીતિમત્તા તો ક્યારેય પણ ચૂકવી જ નહિ.. અને ભાગીદારો સાથે બિઝનેસ કરતા હોઈએ તો વિશ્વાસ તુટવો જોઈએ નહિ..

સંકલન : ભુવા મહેશ

IMG-20230713-WA0140.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!