હાલોલ-મોહરમ પર્વને લઇ રોડ રસ્તા ના સ્માર કામને લઈ વિપક્ષ નેતા ની નગરપાલિકામા રજુઆત

હાલોલ નગર માં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત આખા નગરમાં ખાડા ખોદવામાં આવ્યા હતા. જેને લઇ પાવાગઢ રોડ ઉપર નો મુખ્ય રોડ ની હાલત બિસ્માર હોવાથી આગામી દિવસો માં આવનાર મોહરમ પર્વ ને લઇ આ રોડ ઉપર થી મોહરમ તાજીયા જુલુસ નીકળતું હોવાથી મુસ્લિમ સમાજ ના અગ્રણી અને હાલોલ નગર પાલીકાના પૂર્વ વિપક્ષ નેતા સલીમભાઈ પાનવાલા ( સરજોન)
દ્વારા હાલોલ નગર પાલીકાના મુખ્ય અધિકારી ને બિસ્માર હાલતમાં થયેલ રોડ નું સમારકામ કરવા તેમજ તે માર્ગ ઉપર લટકતા વીજ વાયર નું સમારકામ કરવા વીજ કંપનીને એક લેખિત અરજી આપી પર્વ પહેલા કામો કરવા વિનંતી કરવામાં આવી હતી.આગામી 29મી જુલાઈ ના રોજ મોહરમ પર્વ આવતો હોઈ 28 અને 29 તારીખે મોહરમ તાજીયા જુલુસ કસ્બા હુસેની ચોકથી ખોખર ફળીયા,કરીમ કોલોની,સંજરી પાર્ક, કરબલા ચોક થી પરત ખોખર ફળીયા ચરણદાસનો ખાંચો સ્વામિનારાયણ મંદિર થી કોઠી ફળીયા,બાદશાહી દરગાહ, પાવાગઢ રોડ,મહમદી સ્ટ્રીટ, ઘોડાપીર થઇ પરત હુસેની ચોક પરત ફરશે જેને લઇ આ વિસ્તાર ની રોડ બિસ્માર હોવાથી આગામી દિવસો માં આવનાર મોહરમ પર્વ ને લઇ આ રોડ ઉપર થી મોહરમ તાજીયા જુલુસ નીકળતું હોવાથી મુસ્લિમ સમાજ ના અગ્રણી અને હાલોલ નગર પાલીકાના પૂર્વ વિપક્ષ નેતા સલીમભાઈ પાનવાલા ( સરજોન) દ્વારા હાલોલ નગર પાલીકા ના મુખ્ય અધિકારી ને બિસ્માર હાલતમાં થયેલ રોડ નું સમારકામ કરવા તેમજ તે માર્ગ ઉપર લટકતા વીજ વાયર નું સમારકામ કરવા વીજ કંપનીને એક લેખિત અરજી આપી પર્વ પહેલા કામો કરવા વિનંતી કરવામાં આવી હતી.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300