અમરેલી : આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓને આવેલ અંધાપાને મામલે વળતર ચૂકવવા ના સરકારનો આદેશ

અમરેલી : આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓને આવેલ અંધાપાને મામલે વળતર ચૂકવવા ના સરકારનો આદેશ
Spread the love

અમરેલી ની શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓને આવેલ અંધાપાનો મામલો

અમરેલી ની આ હોસ્પિટલ મા ૧૬-૧૧-૨૦૨૨ થી ૨૩-૧૧-૨૦૨૨ સુધીમાં આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓને અંધાપો આવ્યો હતો

આ મુદ્દે રચાઇ હતી ઇન્કવાયરી કમિટી

આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના નિષ્ણાતોની સમિતીએ સોંપ્યો રિપોર્ટ

રાજ્ય સરકારને સોંપ્યો રિપોર્ટ

રિપોર્ટ મા સંસ્થા ખાતે માળખાકીય સુવિધાની ખામી, દવા વપરાશની અને અન્ય સાધન સામગ્રીની ખામી, તેમજ સર્જન અને સ્ટાફની ખામીઓ હોવાનો કરાયો ખુલાસો

આ સંસ્થા -આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ ઇન્ફેકશન કંટ્રોલ પોલિસી ૨૦૧૯ અંતર્ગત દર્દીઓની દ્રષ્ટી બચાવવા લેવાના થતા પગલા બાબતે નિષ્ફળ ગઇ હોવાનો રિપોર્ટમા કરાયો ખુલાસૌ

અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટી ખામી કાર્યક્રમ અંતર્ગત
જિલ્લા આરોગ્ય તંત્ર સાથે સંકલન માં પણ આ સંસ્થા
નિષ્ફળ સાબિત થઇ હોવાનો રિપોર્ટ માં કરાયો ખુલાસો

આ રિપોર્ટ ને લઇને રાજ્ય સરકારે આપ્યા આદેશ 

૧.
સંપુર્ણ દ્રષ્ટિ ગુમાવેલ દર્દીઓ માટે રૂ.૧૦.૦૦ લાખ,
આંશિક અસર પામેલ દર્દીઓને રૂ.૫.૦૦ લાખ
તથા સારવાર દરમિયાન દ્રષ્ટિ પરત મેળવેલ છે તેવા દર્દીઓને રૂ. ૨.00 લાખનું
*વળત૨ ચૂકવવા શાંતાબા મેડીકલ કોલેજ ને કર્યો આદેશ *

૨. આ ઘટનાક્રમ માં સામેલ *તબીબોની સામે કડક પગલાં લેવા કર્યો આદેશ *

૩- શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ *હોરિપટલ સામે કાર્યવાહી કરવા ચેરીટી કમિશ્નર ને પણ સૂચના અપાઇ *

૪-
બેદ૨કારી અને દ્રષ્ટી ગુમાવેલ દર્દીઓ પ્રત્યેની ઉદાસીનતા, કન્સેશન એગ્રીમેન્ટનો ભંગ થવા બદલ *સંસ્થા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આપ્યા આદેશ *

૫-
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીને રાજ્ય સ૨કા૨ની આરોગ્ય નીતિ હેઠળ મળતી ગ્રાન્ટમાંથી પાંચ કરોડ જેટલી દંડ ની રકમ કાપી લેવા કરાયા આદેશ

૮-૮ મહિના ચાલેલી ઇન્કવાયરી દરમિયાન *આ ઘટના ની ઇન્કવાયરી ને 
દબાવા થયા હતા પ્રયાસ

કેન્દ્રીય લેવલે થી પણ સીએમ ઉપર ઉભુ કરાયુ હતુ દબાણ

પરંતુ , સીએમ ભૂપેનદ્ર પટેલ ની મક્કમતા ને પરિણામે પિડીતો ને મળ્યો ન્યાય

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!