પોરબંદરની ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કૂલમાં વાણિજય એજ્યુકેશનલ દ્વિ દિવસીય એક્ઝીબિશન યોજાયું

પોરબંદરની ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કૂલમાં વાણિજય એજ્યુકેશનલ દ્વિ દિવસીય એક્ઝીબિશન યોજાયું
Spread the love

પોરબંદરની ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કૂલમાં વાણિજય એજ્યુકેશનલ દ્વિ દિવસીય એક્ઝીબિશન યોજાયું

એક્ઝીબિશનમાં પ્રદર્શિત થયેલ જ્ઞાન કૃતિઓ નિહાળી વિદ્યાર્થીનીઓ વાલીઓ અભિભૂત બન્યા આજના યુગમાં ડિગ્રીઓ કરતા કૌશલ્યનું મહત્વ વધુ છે ડો. વિરમભાઈ ગોઢાણીયા
ગોસા(ઘેડ)પોરબંદર : પોરબંદરની શિક્ષણ, શિષ્ય, અને સંસ્કાર ઘડતર કરતી છેલ્લા વીસ વર્ષથી સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી માલદેવજી ઓડેદરા સ્મારક સંચાલિત શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગર્લ્સ હાઇસ્કૂલ
ખાતે ધોરણ ૧૧ ૧૨ ના કોમર્સ ના વિદ્યાર્થીઓ નો બે દિવસીય વાણિજય એજ્યુકેશનલ એક્ઝીબિશન નું ભવ્ય
આયોજન કરવામાં આવેલ હતું પ્રારંભમાં ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ શ્રી શ્વેતાબેન રાવલે ગર્લ્સ સ્કૂલની વિકાસયાત્રા અને
વિદ્યાર્થીનીઓની પ્રગતીની પારાશીશીનો ઉલ્લેખ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયા, ગોઢાણીયા બી.એડ કોલેજના
ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. એ. આર. ભરડાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ બે દિવસીય વાણીજય મેળા નું ઉદઘાટન કરવામાં આવેલ હતું
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ ગોઢાણીયા એ આ ગોઢાણીયા
શૈક્ષણિક સંકુલને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાનું ટ્રસ્ટનું લક્ષ્ય છે. શાળાના વર્ગખંડોમાં વિદ્યાર્થીનીઓને મળતું શિક્ષણ ખૂબજ મર્યાદિત છે જ્યારે અષ્યણે કેળવણીદ્વારા સર્વાંગી શિક્ષણનું ધ્યેય સ્વીકાર્યું છે ત્યારે વિદ્યાર્થીઓ જીવનના વાસ્તવિક અનુભવો પુરા પાડવા એ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોની નૈતિક જવાબદારી છે નવી ટેકનોલોજી શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવશે યુવાનો નવા પડકારો ને ઝીલી નવા વિચારો સાથે સજ્જ બને આજના યુગમાં ડિગ્રીઓ કરતા કૌશલ્યનું મહત્વ વધુ છે
આ પ્રસંગે ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર ડો. એ. આર. ભરડાએ જણાવ્યું હતું કે શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષકો દિલ, દિમાગ અને હાથોનો અમન્વથી સાધી શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરે તોજ તેઓ વિદ્યાર્થીઓની
શ્રેષ્ઠતા બહાર લાવી શકે જે આ વાણીજય મેળોનું તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે
આ વાણિજય બે દિવસીય એજ્યુકેશનલ એક્ઝીબિશન ગેમ્સ ઝોન, શોપિંગ ઝોન, અને ફૂડ ઝોન એમ ત્રણ
ઝોનમાં છાત્રો દ્વારા વાણિજય ને લાગતી જ્ઞાનકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી જે કૃતિઓ નિહારી ને વિદ્યાર્થીઓ અને વાલીઓ અભિભૂત બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સુપરવાઇઝર શ્રી ભામીનીબેન વ્યાસ કરી હતી આ વાણિજય એજ્યુકેશનલ એક્ઝીબિશન કાર્યક્રમમાં ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સીપાલ ભાવનાબેન અટારા, ગુજરાતી પ્રાયમરી સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી પૂજાબેન મોઢા, પ્રી-પ્રાયમરી સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી
અનીતાબેન પંડ્યા,મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતન શાહ યોગા કોલેજના ડાયરેક્ટર શ્રી જીવાભાઈ ખૂંટી, લેડીઝ હોસ્ટેલના એડમિનિસ્ટ્રેટર શ્રી કિરણબેન ખૂંટી ટ્રસ્ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી એડમિનિસ્ટ્રેટરશ્રી વિશાલભાઈ લોઢારી, જીગ્નેશભાઈ મોદી, સહિત વિદ્યાર્થીગણ વાલીગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ ને તેમના અભ્યાસક્રમનું સૈદ્વોતિક જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવા માટે ના આ “વાણિજય મેળા” ને આવકારીને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, શ્રી ભરતભાઈ કે વિસાણા, વર્કીંગ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા એ અભિનંદન આપ્યા હતા

 

રિપોર્ટ :-વિરભભાઈ કે.આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!