બાંદ્રા અજમેર નું સ્ટોપેજ પુનઃ દાહોદ ને મળતા લોકોમાં ખુશી

બાંદ્રા અજમેર નું સ્ટોપેજ પુનઃ દાહોદ ને મળતા લોકોમાં ખુશી
Spread the love

દાહોદના સાંસદ જસવંતસિંહના પ્રયાસો થી બાંદ્રા અજમેર નું સ્ટોપેજ પુનઃ દાહોદ ને મળતા લોકોમાં ખુશી
કોરોના સમયથી દાહોદમાં અમુક ટ્રેનો ના સ્ટોપેજ રદ થયા હતા અને ત્યાર બાદ આજ સુધી એ પુનઃ પ્રાપ્ત થયા ન હતા જેની માંગ દાહોદના લોકો દ્વારા વારંવાર કરવામાં આવી હતી જે લોક લાગણી ને ધ્યાને લઈ સાંસદ દ્વારા રેલવે રાજ્ય મંત્રી સાથે વિસ્તૃત બેઠક કરી રજૂઆત કરી તેમજ DRM રતલામ ને દાહોદ રેલવે સ્ટેશનના સ્થાનિક મુદ્દાઓની રજૂઆત કરતા તે પૈકી અજમેર બાંદ્રા સ્ટોપેજ ને મંજૂરી મળી હતી આ ટ્રેન એક અઠવાડિયામાં ત્રણ દિવસ કાર્યરત છે અને તે ત્રણે દિવસ નું દાહોદમાં સ્ટોપ રહશે આજે સવારે ૫:૦૦ કલાકે દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર તથા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ની પ્રેરક ઉપસ્થિતિમાં *”બાંદ્રા અજમેર”* ટ્રેન નું સ્ટોપેજ પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને લિલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ નગરમાં રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા, શહેરના તથા નગરપાલિકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230730-WA0011.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!