INI ફાર્મ્સ ભારતમાંથી અમેરિકામાં દાડમ ના નિકાસ માટે મળ્યો એક નવો માર્ગ

INI ફાર્મ્સ ભારતમાંથી અમેરિકામાં દાડમ ના નિકાસ માટે મળ્યો એક નવો માર્ગ
Spread the love

એગ્રોસ્ટાર, ભારતની અગ્રણી એજીટેક સ્ટાર્ટ અપમાંની એક, જે Helping Farmers Win (ખેડૂતોની જીત ) મિશનને સંભાળી રહી છે. આપણી પેટાકંપની આઈએનઆઈ ફાર્મ્સ દ્વારા હાંસલ કરેલ નોંધપાત્ર સીમાચિહ્નની જાહેરાત કરતા ગર્વ છે કે ભારતમાં દાડમના ખેડૂતો માટેના સકારાત્મક વિકાસના રૂપ માં , આઈએનઆઈ ફાર્મ્સ એ ભારતમાંથી યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ઉચ્ચ ગુણવત્તાના દાડમના નિકાસ નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે,જેનાથી ભારતીય તાજા ફળોની નિકાસ માટે નવા રસ્તાઓ ખુલી ગયા છે.

આ પાયલોટ પ્રોજેક્ટ આઈએનઆઈ ફાર્મ્સ દ્વારા કૃષિ પ્રોડક્ટ નિકાસ વિકાસ સત્તામંડળ (એપીડીએ), નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (એનપીપીઓ), મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ અને દાડમ સંશોધન કેન્દ્ર, સોલાપુરના સહયોગથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. આઈએનઆઈ ફાર્મ્સના કિમયા બ્રાન્ડ દાડમના 150 બોક્સ (450 કિલો) પ્રથમ વખત વિમાન દ્વારા ન્યૂયોર્ક, અમેરિકા મોકલવામાં આવ્યા હતા . વાશી (નવી મુંબઈ) પોમેગ્રેનેટ રિસર્ચ સેન્ટર ,સોલાપુર ના ઇરેડિયેશન ફેસિલિટી સેન્ટર માં એપીડીએ ના ચેરમેન દ્વારા નિકાસ સાહસને લીલી જંડી આપવામાં આવી હતી . અમેરિકામાં દાડમની સફળ નિકાસ એ ભારતીય ખેડૂતો અને દેશની ફળો અને શાકભાજીની નિકાસ માટે આગળ રહેલી અપાર સંભાવનાઓને પ્રકાશિત કરે છે.

આ અવસર પર તેમના વિચારો શેર કરતાં, આઈએનઆઈ ફાર્મ્સના સીઈઓ, પૂર્ણિમા ખંડેલવાલ એ જણાવ્યું હતું કે, “વર્ષોથી આઈએનઆઈ ફાર્મ્સની સમગ્ર ટીમના સભ્યોએ વિશ્વભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો ઉપલબ્ધ કરાવીને ભારતીય ખેડૂતને વિશ્વના નકશા પર મૂકવામાં મદદ કરી છે. કિમયા ‘ હવે ભારતની બહાર જાણીતી વૈશ્વિક ગ્રાહક ફળો અને શાકભાજીની બ્રાન્ડ છે, જે શ્રેષ્ઠ ગુણવત્તા અને સુરક્ષા નો પર્યાય છે. અમને ખુશી છે કે અમે અમેરિકા સાથે દાડમનો વેપાર સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પરીક્ષણ શક્ય કર્યા છે અને અમારા ખેડૂતો માટે તેના દ્વારા મળેલા અવસરો અને વધેલી આજીવિકા માટે ઉત્સાહિત છે .
એગ્રોસ્ટારના સહ-સ્થાપક અને સીઈઓ શાર્દુલ શેઠ તેમના વિચારો શેર કરતા, “ભારતીય ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા દાડમને વિશ્વના સૌથી વધુ ગુણવત્તાયુક્ત બજારોમાંથી એકમાં સફળતાપૂર્વક મોકલવામાં અમને ઉદ્યોગના અગ્રણી હોવાનો ગર્વ છે. અમેરિકા દેશ એક ભારતીય ખેડૂતો માટે નવા માર્ગો ખોલવા અને ભારતમાંથી ફળો અને શાકભાજીની નિકાસના વિકાસમાં યોગદાન આપવા માટે અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સંસાધન છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!