ભેસાણના ચુડા ગામે વૃદ્ધ મહિલાના સોનાના દાગીના લૂંટી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યો

ભેસાણના ચુડા ગામે વૃદ્ધ મહિલાના સોનાના દાગીના લૂંટી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યો
Spread the love

જૂનાગઢ જિલ્લાના ભેસાણના ચુડા ગામે જીવતીબેન બાબુભાઇ વસાણી નામના વૃદ્ધાની તેમના જ ઘરમાં કોઈ અજાણ્યા શખ્સે લૂંટના ઇરાદે વૃધ્ધાને ગળા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી અને લાશને ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકમાં નાખી દીધેલ હતી લોકોમાં આ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા જૂનાગઢ પોલીસ માટે આ હત્યા પડકાર રૂપ હતી પરંતુ આ ઘટનાના આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો આ ગુન્હાને અંજામ આપનાર ચુડા ગામનો દિલાવર સલીમ સિપાઇ હોવાની પોલીસને જાણ થતાં બાતમી આધારે ભેંસાણ પરબ ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડયો હતો.

વૃદ્ધાના 50 હજારની કિંમતના સોનાના બુટીયા સહિત મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી માટે ભેસાણ પોલીસને આરોપીને સોંપ્યો હતો,જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આવા કેસ શોધવા પોલીસ માટે ખૂબ મુશ્કેલ હોઈ છે ત્યારે હત્યાના આરોપીને તાત્કાલિક પકડવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ ડિ,વાઇ,એસ પી,હિતેશ ધાંધલીયા ધટના સ્થળે રૂબરૂ પહોંચીને
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, એસ ઓ જી અને ભેસાણ પોલીસે આ હત્યાના આરોપી દિલાવર સલીમ સિપાહીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!