રાજકોટ : “મહિલા જાગૃતિ શિબિર” અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી અપાઈ.

રાજકોટ શહેર “મહિલા જાગૃતિ શિબિર” અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી અપાઈ.
રાજકોટ : રાજ્યભરમાં ચાલી રહેલી “નારી વંદન ઉત્સવ” ની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે યોજાયેલી “મહિલા જાગૃતિ શિબિર” માં ૫૦૦ થી વધુ મહિલાઓને રાજ્ય સરકારની મહિલા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી નિમિતે મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ- ગાંધીનગરના સહયોગથી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-રાજકોટ દ્વારા પટેલ સેવા સમાજ સંચાલિત ફિલ્ડમર્શલ કન્યા છાત્રાલય રાજકોટ ખાતે “મહિલા જાગૃતિ શિબિર” યોજવામાં આવી હતી. આ શિબિરમાં ૫૩૦ થી પણ વધુ બહેનો સહભાગી થઈ હતી. આ શિબિર અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની મહિલાલક્ષી યોજનાઓ જેમ કે,વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સ્વાવલંબન યોજના અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંગે વિડિયો ક્લિપ દ્વારા સમજૂતી આપવામાં આવેલ. તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલાઓને વિવિધ ઉદ્યોગ અંગેની સરકારની યોજનાઓ અંગે માહિગાર કરાઈ હતી. આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, પટેલ સમાજ રાજકોટના ચેરમેન મનીષભાઈ ચાંગેલા, ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલયના સંચાલક રમેશભાઈ ઘોડાસરા, ડિસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300