ભેંસાણના ચૂડા ગામે મહિલાની હત્યાને લઈને કલેકટરને આવેદન અપાયું

ભેંસાણ તાલુકાના ચૂડા ગામે થયેલ હત્યાને ચોરીમાં ખપાવી દેવામાં આવે તે પહેલાં ચૂડા ગામમાં ચાલતું બિનકાયદેસર મદ્રેસા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી, આ મદ્રેસામાં ઈંડાં, મટન, દારૂ, જુગાર જેવી અનલીગલ પ્રવૃતિઓ ચાલે છે તેની તપાસ કરવાની પણ માંગ કરી હતી.
ભેંસાણ તાલુકા મા મુરઘી કાપવાના ધંધા માટે જે હથિયારો લાવે છે તે કોની પાસે થી ખરીદે છે અને કેટલા લોકો ને વેચાણ કરેલ છે તેની પણ તપાસ કરવામાં આવે અને આવી આંતકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી ગુનો દાખલ કરીને મૃતક ને ન્યાય આપવા માટે માંગ કરી હતી તેમજ ગામમાં કોઈ લવ જેહાદ કે આવી કોઈ ઘટના બને તે માટે આ જેહાદી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરતું આ મદ્રેસા વિરુદ્ધ કાર્યવાહી કરવા માં નહીં આવે તો વેપારી એસોસીએશન પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ : પંકજ વેગડા (ભેસાણ)