સર્વ વિદ્યાલયની 17 કોલેજના 75 યુવાનો સાથે ૭૫મી સર્વ નેતૃત્વ શિબિર

યુવા વિધાર્થીઓનાં જીવન ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વ-૭૫મીં અમૃત નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૭ કોલેજોના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગાંધીનગર શહેરના જાણીતા કોર્પોરેટ અને મેનેજમેંટ ટ્રેનર સુરેશ પટેલ ઉપસ્થિત રહી વિધાર્થીઓને જીવનના દરેક સ્થિતિમાં પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય અને સફળ નેતૃત્વના પાઠ શિખવ્યા હતા. ગેસ્ટ સ્પીકર તરીકે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનીત નિષ્ઠાબેન ઠાકર અને અમદાવાદ ના રીક્ષાવાળા ઉદયભાઈ જાદવ ઉપસ્થિત રહી યુવાનોને પોતાના કાર્યનો અનુભવ જણાવી પ્રેરણા પૂરી પાડી હતી.
નિવાસી શિબિરના અંતે સમાપન સમારંભમાં ગાંધીનગરના જાણીતા સમાજસેવક, પત્રકાર અને લેખક શ્રી સંજયભાઈ થોરાત સાહેબ ઉપસ્થિત રહી સારા માણસ બની અન્ય લોકોના જીવનમાં ઉજાસ અને ખુશી કેવી રીતે પ્રસરાવી શકીએ તેને જીવંત ઉદરાહરણ દ્વારા સમજ પુરી પાડી હતી સાથે સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં, ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ખુશાલી પંડ્યા, કુલદીપ પંડ્યા અને દિયા બામણીયાને મોમેન્ટટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્ર પટેલ, અધ્યાપક સુરજ મુંજાણી તથા પૂર્વ તાલીમાર્થી અભિષેક પંચાલ, રાજ પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.