પોરબંદર જિલ્લામાં “નારી વંદન સપ્તાહ” અંતર્ગત “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ

પોરબંદર જિલ્લામાં “નારી વંદન સપ્તાહ” અંતર્ગત “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ
જિલ્લાની અલગ અલગ શાળાઓમાં ફીટ ઇન્ડિયા થીમ આધારિત સાયકલ રેલી યોજાય
ગોસા(ઘેડ)પોરબંદર : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં સગૌરવ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત તા.૦૭/૦૮/૨૦૨૩ ના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” ની ઉજવણી પોરબંદર જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ તથા આઈસીડીએસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી જિલ્લાના પી.એચ.સી, સી.એચ.સી. તથા આંગણવાડી કેન્દ્રો ખાતે વાનગી નિર્દશન સ્પર્ધાઓ યોજાઇ હતી. તેમજ જિલ્લાની જુદી જુદી શાળાઓમાં “ફીટ ઇન્ડિયા ” થીમ આધારિત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300