ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં રંગ રંગ વાદળિયાં બાળઉત્સવ ઉજવાયો

ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં રંગ રંગ વાદળિયાં બાળઉત્સવ ઉજવાયો
Spread the love

ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં રંગ રંગ વાદળિયાં બાળઉત્સવ ઉજવાયો

અમરેલી કલામ કેમ્પસ એટલે એક એવી શાળા જ્યાં બાળકોની સર્જનાત્મકતા ને ખીલવા માટેની પૂરી તકો આપવામાં આવે છે. વર્ષાઋતુમાં જેવી રીતે વાદળો નેહ રૂપી વરસાદ વરસાવે છે તેવીજ રીતે કલામ કેમ્પસના ભૂલકાંઓ મન મુકીને વરસે અને અને કુમળા ફૂલોની માફક ખીલી ઊઠે તે માટે અમરેલીના જાણીતા કેળવણીકાર, ઉત્તમ લેખક અને બાળ આરોગ્ય નિષ્ણાંત ડો. ભારતીબેન બોરડ દ્વારા કલામ કેમ્પસના વીદ્યાર્થીઓને બાલગીત, જોડકણાં, અભીનયગીત, અને બાળકોને ગમતી રમતો દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યુ વિદ્યાર્થીઓને ખુબ મજા પડી અને વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા અને સાથે સૌ શીક્ષકો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા. ડો. ભારતી મેડમ કાર્યક્રમના શીર્ષકને અનુરૂપ બાળકો માટે જાતે સર્જનાત્મક ટોપી તૈયાર કરીને લાવેલા જેમાં કાર્યક્ર્મનું શીર્ષક અને કલામ કેમ્પસ આ બન્ને ખુબ સારી રીતે હાઈલાઈટ થતા હતા બાળકોએ બધીજ પ્રવૃતિમાં ખુબ ઉત્સાહસભર ભાગ લીધો હતો અને તેઓ બધીજ નવીનત્તમ પ્રકારની રમતોમાં જોડાયા હતાં અને ડો. ભારતી મેડમે બાળકોની સવારને સોનેરી બનાવી દીધી હતી અને બાળકો ભારતી મેડમના સ્નેહ રૂપી વરસાદમાં ભીંજાઈ ગયા હતાં અને બાળકોના ઉત્સાહ અને તેમના ચેહરાપર ની ખુશી એજ કાર્યક્રમની સાચી સફળતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કલામ કેમ્પસના પ્રાથમિક વિભાગના આચાર્ય સેજલ મેડમ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું તેવું કલામ કેમ્પસના ભૂમિમેડમ ની યાદીમાં જણાવવામાં આવેલું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230808_211002.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!