ભારેલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત…

ભારેલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત…
પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળાના ધોરણ 4 થી 8 ના 65 બાળકોએ તા.29.8.2023ને મંગળવારે બોચાસણ ગામની વિવિધ સંસ્થાઓમાં પીટીસી કોલેજ,હાડવૈદ દવાખાનું,ગૌશાળાની મુલાકાત લીધી.કોલેજના અધ્યાપકોએ અને તાલીમાર્થીઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો.ગૌશાળામાં બાળકોને પશુપાલનની ઘણી માહિતી આપવામાં આવી.ત્યારબાદ પોસ્ટ ઓફીસ બોચાસણમાં પોસ્ટઓફિસની ઘણી માહિતી કર્મચારીઓ તરફથી સમજાવવામાં આવી.બાળકોને બોચાસણનું પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં બાળકોને દર્શનનો લ્હાવો મળ્યો.તેમજ મંદિરમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા આપવામાં આવી.સંતો દ્વારા ધર્મ,વ્યસન,સંસ્કાર અને સંસ્કૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા.શાળાના શિક્ષકો પ્રકાશભાઈ મેકવાન,પ્રતિક્ષાબેન વાઘેલા અને પલક બેન મહેતા દ્વારા બાળકો માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.છેલ્લે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બેન્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત કરાવવામાં આવી.બાળકો આરોગ્યની સુવિધા અને બેંકની વહીવટી કામગીરીથી માહિતગાર થયા.. શિસ્ત બદ્ધરીતે બાળકોએ વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ ખૂબ જાણકારી મેળવી.સંસ્થાઓના કર્મચારીઓએ ખૂબ સાથ સહકાર અને માહિતી આપી.આ કાર્યક્રમ માટે ભારેલ ગામના જ ધર્મેન્દ્રભાઈ મણીભાઈ પટેલ તરફથી બાળકોને લાવવા લઇજવા માટે વાહનની વ્યવસ્થા કરી આપેલ હતી.શાળા પરિવારે સૌનો આભાર માન્યો…ભારત માતાકી જય…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300