મુંબઈમાં મતદાનનો ઉત્સાહઃ બચ્ચન-તેંડુલકર પરિવારે કર્યુ મતદાન, સલમાન-કરીનાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો

મુંબઈની 6 બેઠકો પર આજ સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વહેલી સવારથી જ ઘણા ફિલ્મી સિતારાઓ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. જેમાં અભિનેત્રી રેખાથી માંડીને પ્રિયંકા ચોપરા, પરેશ રાવલ , રવિકિશને મતદાન કર્યુ છે.
બોલીવુડ સ્ટાર આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે બાંદ્રાના બૂથ પર વોટ નાખવા પહોંચ્યા. આમિર ઉપરાંત અજય દેવગણ પણ પત્ની કાજોલની સાથે, કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માંતોડકર, ટાઈગર શ્રોફ, સોનાલી બેન્દ્રેએ મતદાન કર્યું. સવારથી જ બોલીવુડના તમામ કલાકાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.