ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં પાણીની સુવિધા માટે 50000 રૂપિયાનું દાન

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહેલા દક્ષાબેન પરમાર અને ધર્મેન્દ્રભાઈ પરમારના પ્રયત્નોથી બોટાદ જિલ્લાના બરવાળાના રહીશ, શાળાને દેવાલય અને બાળકોને દેવનો અંશ માનતા નિવૃત્ત શિક્ષિકા પરમ આદરણીય લલીતાબેન રાઘવજીભાઈ મકવાણા તરફથી શ્રી રામપરા પ્રાથમિક શાળામાં પાણીનો બોર અને મોટર સેટ માટે રૂ.50000ની ભેટ મળી હતી. નિ:સ્વાર્થ ભાવે મળેલ આ ભેટથી પાણીની સમસ્યા દૂર થતા શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ તકે શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને ગામલોકોએ દાતાશ્રી આદરણીય લલીતાબેન રાઘવજીભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કર્યો હતો તથા લાંબા અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી હતી.