ગુમણી(દુ) પ્રાથમિક શાળાના શિક્ષકની જિલ્લા ફેરબદલી થતાં વિદાય સમારંભ યોજાયો…….

ગુમણી(દુ) પ્રાથમિક શાળાના શિક્ષકની જિલ્લા ફેરબદલી થતાં વિદાય સમારંભ યોજાયો…….
આત્મીયશ્રી અંકિતભાઈ આજે ગુમણી( દુ) પ્રાથમિક શાળામાંથી આપનો વિદાય પ્રસંગ છે.વધતા જતા દરેક દિવસે તમારી સફળતા,તમારું જ્ઞાન અને ખ્યાતી તેમજ સુખ સમૃદ્ધિની બહાર આપના જીવનમાં નિત્ય આવતી રહે.આપ વિશાળ આયુષ્ય લાભો ભોગવો .એવા આજના શુભ પ્રસંગે અગણિત શુભેચ્છાઓ.
ઉદાત વ્યક્તિત્વ,સહાનુભુતિ,સાહસ અને વીરતાની ભાવના,શિક્ષણ ઉપરાંત સામાજિક મોભો,વિરલ પ્રતિષ્ઠા ધરાવનાર પોતાની જીવનયાત્રામાં સ્વસ્થ અને યશસ્વી રીતે આપે ગુમણી (દુ) પ્રાથમિક શાળાની સફળતાની કેડી કંડારી છે.આપ શિક્ષણની યાત્રામાં આત્મવિશ્વાસ સાથે ઉતરોતર શાળાને પ્રગતી કરવાતા રહ્યા છો.આપ પર બાળદેવોની ઈશ્વરીય તાકાત હંમેશ માટે વરસતી રહે.આપના જીવનમાં દરેક પગલે દરેક પળો આનંદમય રહે.આપની વિઝનયુક્ત શૈક્ષણિક સફર મનોકામના સાથે ફળે.તેવી શુભેચ્છા સાથે ઇષ્ટદેવ ને પ્રાર્થના …
આપશ્રીએ શિક્ષક આલમમાં ગૌરવવંતી નામના મેળવી છે તે બદલ અમો આનંદપૂર્વક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતાંઆપને હર્ષપૂર્વક વિદાય આપીએ છીએ.
રિપોર્ટ દીપક રાવલ દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300