પોલીસ પ્રજા નો મિત્ર હોવાનું સાર્થક કરતી લીલીયા મોટા ની પોલીસ

પોલીસ પ્રજા નો મિત્ર હોવાનું સાર્થક કરતી લીલીયા મોટા ની ટીમ પોલીસ
લીલીયા પોલીસ સ્ટેશન ખાતે બહારના ભાગે પડતર જગ્યા પડેલ હોય જે જગ્યામાં ગંદકી તથા બિનજરૂરી વાહનો તથા માલઢોર ની અવરજવર રહેતી હોય અને કચરો એકઠો થતો હોય તે દરમિયાન લીલીયા પોલીસ મથકમાં PSI શ્રી સિધ્ધરાજસિંહ ગોહિલ ની નિમણૂક થતા પડતર રહેલ જગ્યામાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને ઉપયોગી થાય તેવું કોઈ કાર્ય કરવાની ઈચ્છા થતા તેઓએ લીલીયા પોલીસ સ્ટેશનના સાથ સહકાર તથા લીલીયા વિસ્તાર ની સહયોગી સંસ્થાઓ તથા ગ્રામજનોના સહકારથી એક ગાર્ડન નું નિર્માણ કરેલ અને ટૂંક સમયમાં સખત પરિશ્રમ કરી અને અથાગ મહેનત તથા દૂરદેશી વિચારધારા એ એક સુંદર વાટિકા નું નિર્માણ લીલીયા PSI સિદ્ધરાજસિહ ગોહિલ તથા લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને આજ રોજ તા.12/9/23 ના રોજ અમરેલી જિલ્લા ના પોલીસ વડા શ્રી હીમકરસિંહ સાહેબ નાઓ ના હસ્તે તથા નાયબ પોલીસ અધિક્ષક જે પી ભંડારી સાહેબ તથા એચ ડી વોરા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં લીલીયા પોલીસ સ્ટેશન બહાર બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ વાટિકા નું ગ્રામજનો માટે લોકાર્પણ કરવામાં આવેલ હતું જેથી લીલીયા પંથક વિસ્તારમાં પોલીસની આવી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી અવિરત અભિનંદન ની વર્ષા નો ધોધ વહેલ છે અને સદર હું સ્વામી વિવેકાનંદ વાટિકા એક અદભુત અકલ્પનીય ગાર્ડન બનાવવામાં આવેલ હોય જેનું આજ રોજ લોકાર્પણ કરવા માં આવેલ
રિપોર્ટ ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300