જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર ભઠ્ઠી ની ચીમની પાઇપ સાફ કરાઇ.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામ ખાતે અગ્નિસંસ્કાર ભઠ્ઠી ની ચીમની પાઇપ સાફ કરાઇ.
બોટાદ શહેર નું એક માત્ર હિંદુ સ્મશાન (મુક્તિધામ) કે જ્યાં અગ્નિ સંસ્કાર માટે ની ગેસ ભઠ્ઠી ચીમની પાઇપ ચોક અપ ને કારણે ઘણા સમય થી કાર્યરત ન હતી. તેમજ ૭૦ ફૂટ ઊંચી ચીમની પાઇપ હોઈ સાફ કરવી અતિ મુશ્કેલ કામ હતું.
જે કાર્ય તા.૧૧/૯/૨૩ ના રોજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ બોટાદ ના સહયોગ થી હાઇ પ્રેસર જેટિંગ મશીન દ્વારા ચીમની માં પ્રેસર કરાવી ચીમની પાઇપ સાફ કરવામાં સફળતા મળેલ. જેથી ટૂંક સમય માં અગ્નિ સંસ્કાર ભઠ્ઠી કાર્યરત થતા લાકડાં અને સમય ની બચત સાથે પર્યાવરણ બચાવવા માં મદદરૂપ બનશે.
આ કાર્યવાહી પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા – જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા ના ગ્રીન મૅન સી.એલ.ભીકડીયા , કમલેશભાઈ દવે તથા હિતેશભાઈ શાહ (પાર્શ્વનાથ પ્લાયવુડ) , ધનજીભાઈ કળથીયા, નગરપાલિકા ના મહેન્દ્રસિંહ ઝાલા તથા નગરપાલિકા ના સેનિટેશન કર્મચારીઓ વગેરેએ જહેમત ઉઠાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300